________________
ઉત્તમશૌચ).
૫૭ આવી વસ્તુને નષ્ટ કરી દે તે પાકો લોભી કહી શકાય નહીં, કેમકે ક્રોધે એના લોભને દબાવી દીધો, તે લક્ષ્ય-ભ્રષ્ટ થઈ ગયો.'
* લાલસા, લાલચ, તૃષ્ણા, અભિલાષા, ઈચ્છા ઈત્યાદિ લોભનાં અનેક નામ છે. પ્રેમ ના પ્રીતિ પણ લોભના જ નામાન્તર છે. જયારે લોભ કોઈ વસ્તુ પ્રત્યે થાય છે ત્યારે તેને લોભ વા લાલચ કહે છે, પરંતુ જયારે તે જ લોભ કોઈ વ્યકિત પ્રત્યે થાય છે તો એને પ્રીતિ વા પ્રેમ કહેવામાં આવે છે.
પંચેન્દ્રિયોના વિષયો પ્રત્યેનો પ્રેમ લોભ જ તો છે. પંચેન્દ્રિયના વિષયો ચેતન પણ હોઈ શકે, અચેતન પણ. ચેતન વિષયો પ્રતિ ઉત્પન્ન રાગાત્મક ભાવને પ્રેમ અને અચેતન પદાર્થો પ્રતિ ઉત્પન્ન રાગાત્મક ભાવને પ્રાયઃ લોભ કહેવામાં આવે છે. પુરૂષને સ્ત્રી પ્રત્યેનું જે આકર્ષણ તેને પ્રેમની સંજ્ઞા આપવામાં આવે છે.
આ સંબંધમાં શુકલજીના વિચારો વિશેષ દૃષ્ટવ્ય છે :
પરંતુ સાધારણ બાતચીતમાં વસ્તુ પ્રત્યે મનમાં જે આકર્ષણ થાય છે તેને લોભ અને કોઈપણ વ્યકિત પ્રત્યે મનમાં જે આકર્ષણ થાય છે તેને પ્રેમ' કહે છે. વસ્તુ અને વ્યકિતના વિષયભેદથી લોભના સ્વરૂપના અને પ્રવૃત્તિમાં બહુ ભેદ પડી જાય છે, તેથી વ્યકિત પ્રત્યેના લોભને અલગ નામ આપવામાં આવેલ છે, પરંતુ મૂળમાં લોભ અને પ્રેમ બંને એક જ છે.”
પરિષ્કૃત લોભને ઉદાત્ત પ્રેમ, વાત્સલ્ય આદિ અનેક સુંદર-સુંદર નામ આપવામાં આવે છે; પરંતુ તે સઘળાં આખરે છે તો લોભના રૂપાંતર જ. માતા-પિતા, પુત્ર-પુત્રો ઈત્યાદિ પ્રતિ ઉત્પન્ન થવાવાળા રાગને પવિત્ર જ. માનવામાં આવે છે.
કોઈ લોભ તો એટલો પરિષ્કૃત હોય છે કે તે લોભ જેવો જ લાગતો નથી તેમાં લોકોને ધર્મનો ભ્રમ થઈ જાય છે. સ્વર્ગાદિનો લોભ આ જ પ્રકારનો હોય છે.
વાત બુંદેલખંડની છે, ખૂબ–પુરાણી. એક શેઠ સાહેબને એમના સ્નેહી પંડિતજી લોભી કહ્યા કરતા હતા. એક વાર શેઠ સાહેબે પંડિતજી આગળ પંચકલ્યાણક પ્રતિષ્ઠા કરાવવાનો તથા ગજરથ ચલાવવાનો વિચાર વ્યકત
૧. ચિન્તામણિ, ભાગ ૧, પાનું ૫૯. ૨. ચિન્તામણિ, ભાગ ૧, પાનું ૫૯.