________________
૫૬
ધર્મનાં દશ લક્ષણ) રૂપનાં લોભી પતંગિયા દીપક પર પડીને કર્ણપ્રિય શબ્દના લોભી હિરણ શિકારીના બાણ વડે વિંધાઈ ને, સ્પર્શ (કામ) ના લોભી હાથી હાથણીના લોભથી પ્રેરાઈ ખાડામાં પડીને, ગંધના લોભી ભમરા કમળમાં બંધાઈ ને અને રસના લોભી મચ્છ માછીમારનાં કાંટામાં વીંધાઈ ને વા જાળ માં ફસાઈ ને દુઃખ પામે છે, મરણને શરણ થાય છે. તે જીવો ! આવા વિષયોનો લોભ કેમ કરો છો? એમના પ્રતિ અનુરાગ કેમ કરો છો?
હે યોગી! તું લોભને છોડ. આ લોભે કોઈપણ પ્રકારે ભલો નથી, કેમકે આખુંય જગત એમાં ફસાઈને દુઃખ સહન કરે છે.
આત્મસ્વભાવને ઢાંકી દેનાર શૌચધર્મનો વિરોધી લોભકષાય જયારે તીવ્ર સ્વરૂપમાં હોય છે ત્યારે અન્ય કષાયોને પણ દબાવી દે છે. લોભી વ્યકિત માન-અપમાનનો વિચાર કરતો નથી. તે ક્રોધને પણ પી જાય છે.
લોભ અન્ય કષાયોને તો કાપે જ છે, પોતાને પણ કાપે છે યશનો લોભી ધનના લોભને છોડી દે છે.
હિન્દીના પ્રસિદ્ધ વિદ્વાનું આચાર્ય રામચન્દ્ર શુકલ લોભીઓની વૃત્તિ પર વ્યંગ કરતાં લખે છે :
લોભીઓનું દમન યોગીઓના દમન કરતાં કોઈપણ પ્રકારે ઉતરતું નથી. લોભના બળ વડે તેઓ કામ અને ક્રોધને જીતે છે, સુખની વાસનાનો ત્યાગ કરે છે, માન-અપમાનમાં સમભાવ રાખે છે. હવે બીજું જોઈએ શું? જેની પાસેથી તેઓ કાંઈક મેળવવાની આશા રાખે છે તે કદીક તેમને દશ ગાળો પણ ભાંડે તો પણ ન તો તેમના ચહેરા પર રોષનું ન ચિહ્ન પ્રગટ થાય છે અને ન મનમાં ગ્લાનિ ઉત્પન્ન થાય છે. માખી ચૂસવામાં એમને ન ધૃણા પેદા થાય છે અને લોહી ચૂસવામાં ન દયા. સુંદર રૂપ જોઈને પોતાની એક કોડી પણ ભૂલી જતા નથી. કરૂણમાં કરૂણ સ્વરચિત્કાર સાંભળીને તેઓ પોતાનો એક પૈસો પણ કોઈ ને ત્યાં છોડતા નથી. તુચ્છમાં તુચ્છ વ્યકિતની સામે હાથ લંબાવવામાં તેઓ લજજા પામતા નથી."
તેઓ આગળ પણ લખે છે –
“પાકા લોભી લક્ષ્ય–ભ્રષ્ટ થતા નથી, કાચા થઈ જાય છે. કોઈ વસ્તુ મેળવવા માટે ઘણા આદમી ખેંચતાણ કરી રહ્યા હોય તેમાંથી એકકોઈ ક્રોધમાં
૧. ચિન્તામણિ, ભાગ ૧, પાનું ૫૮.