________________
ઉત્તમસંયમ)
વાત સાંભળનાર એક છે.
આ જ પ્રમાણે ઈંદ્રિયો પાંચ છે અને એમના માધ્યમ દ્વારા જાણવાવાળો આત્મા એક છે. બાહ્ય તત્વ જે પુદ્ગલ તેની રૂપ–રસ—ગંધ-સ્પર્શ—શબ્દ સંબંધી સૂચનાઓ ઈન્દ્રિયો દ્વારા નિરંતર આવતી રહે છે. કાન દ્વારા સૂચના મળે છે કે આ શોરબકોર કયાં થઈ રહ્યો છે ? એના પર વિચાર જ ન કર્યો હોય ત્યાં તો નાક કહે છે – દુર્ગંધ આવી રહી છે. એના સંબંધમાં કાંઈક વિચારે ત્યાં તો આંખ દ્વારા કાંઈક કાળું — પીળું દેખાવા લાગે છે. એનો કાંઈક વિચાર કરે કે ઠંડી હવા વા ગરમ લૂનો સપાટો પોતાની સત્તાનું જ્ઞાન કરાવવા લાગે છે. એના થી સાવધાન પણ થાય તો પહેલાં—મોંમાં રાખેલા પાનમાં આ કડવાશ કયાંથી આવી ગઈ ? – એની સૂચના રસના દેવા લાગી જાય છે,
૯૧
આ આત્મા બિચારો શું કરે ? બહારની સૂચનાઓ અને જાણકારી જ એટલી આવતી રહે છે કે અંતરમાં જે સર્વાધિક મહત્વપૂર્ણ આત્મતત્વ બિરાજમાન છે એના પ્રતિ દ્રષ્ટિપાત કરવાની પણ એને ફુરસદ નથી.
ઈન્દ્રિયોના માધ્યમ દ્વારા પરશેયોમાં વ્યાપ્ત થએલો આ આત્મા સ્વજ્ઞેય જે નિજ આત્મા તેને આજ સુધી જાણવા જ પામ્યો નથી; એને માને શી રીત ? એમાં જામે શી રીતે,રમે શી રીતે ? એ જ એક વિકટ સમસ્યા
છે.
આત્મામાં જામવું–રમવું એ જ સંયમ છે. તેથી સંયમ પ્રાપ્ત કરવા માટે માત્ર ઈન્દ્રિયભોગોને જ નહીં, ઈન્દ્રિયજ્ઞાનને પણ તિલાંજલિ દેવી પડશે, ભલે તે અંતર્મુહુર્ત માટે પણ. ઈન્દ્રિયજ્ઞાનમાં ઉપાદેયબુદ્ધિ તો છોડવી જ પડશે. એના વિના તો સમ્યગ્દર્શન પણ સંભવિત નથી અને સમ્યગ્દર્શન વિના સંયમ હોતો નથી.
‘પંચેન્દ્રિય મન વશ કરો' નો આશય ઈન્દ્રિયોને તોડવા–ફોડવાનો નથી પરંતુ એમના ભોગો અને એમના દ્વારા થતી જ્ઞાનની બરબાદી રોકવાનો જ છે.
અહીં એક પ્રશ્ન આ પણ સંભવિત છે કે આત્માનો સ્વભાવ સ્વ–પરપ્રકાશ છે, તો પછી પરને જાણવામાં શું હાનિ છે ?
પરને જાણવુમાત્ર બંધનું કારણ નથી. કેવળી ભગવાન પરને જાણે જ છે. જો લોકાલોકને જાણવાવાળુ પૂર્ણજ્ઞાન હોય તો પછી પરને નહીં