________________
૯૨
ધર્મનાં દશ લક્ષણ)
જાણવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. પરંતુ વાત એમ છે કે છદ્મસ્થો (અલ્પજ્ઞાનીઓ) નો ઉપયોગ એકીસાથે અનેક તરફ રહેતો નથી, એક સમયમાં એક જ્ઞેયને જ જાણે છે. જયારે એમનો ઉપયોગ પર તરફ રહે છે ત્યારે આત્મા જાણવામાં આવતો નથી, આવી શકે પણ નહીં. આ જ કારણે પરમાં ઉપયોગ લાગેલો રહેવાથી આત્માને જાણવામાં, આત્માનુભૂતિમાં બાધા પહોંચે છે. બીજું ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા જેટલું પણ જાણવામાં આવે છે. તે સઘળું પુદ્ગલ સંબંધી જ હોય છે. આ જ કારણે ઈન્દ્રિયજ્ઞાન આત્મજ્ઞાનમાં સાધક નહીં, બલ્કે બાધક છે.
પરંતુ પોતાને ચતુર સમજનાર આ જગત કહે છે કે આપણો પાડો જો બીજાની ભેંસનું દૂધ પી આવે તો શું હાનિ છે ? આપણી ભેંસનું દૂધ બીજાના પાડાને નહી પીવા દેવું જોઈએ. પરંતુ એને એ માલૂમ નથી કે આપણો પાડો જો દરરોજ બીજાની ભેંસનું દૂધ પીતો રહેશે.તો તે એક દિવસ એનો જ થઈ જશે. એને જ પોતાની મા માનવા લાગશે, જેનું દૂધ એને રોજ મળતું હશે. પછી તે આપની ભેંસને પોતાની મા માની શકશે નહીં..
જ
આપ સમજશો કે આપનો પાડો બીજાની ભેંસનું દૂધ પી રહ્યો છે, પરંતુ એ સમજે છે કે એની ભેંસને બચ્ચુ મળી ગયું છે.
આ જ પ્રમાણે નિરંતર પરને જ જાણવાવાળું જ્ઞાન પણ એક પ્રકારે પરનું થઈ જાય છે. વાસ્તવમાં આત્માને જાણવાવાળું જ્ઞાન જ આત્માનું છે, આત્મજ્ઞાન છે. પરને જાણનારું જ્ઞાન એક દૃષ્ટિએ જ્ઞાન જ નથી; એ તો અજ્ઞાન છે, જ્ઞાનની બરબાદી છે.
લખ્યુ પણ છે કે :–
આત્મજ્ઞાન હી શાન હૈ, શેષ સભી અજ્ઞાન, વિશ્વશાન્તિકા મૂલ હૈં, વીતરાગ વિજ્ઞાન.
સંયમની સર્વોત્કૃષ્ટ દશા ધ્યાન છે. તે આંખ બંધ કરીને થાય છે, ખુલ્લી રાખીને નહીં. એથી પણ એ જ સિદ્ધ થાય છે કે આત્માનુભવ અને આત્મધ્યાન ઈંદ્રિયાતીત હોય છે; આત્માનુભવ અને આત્મધ્યાનરૂપ સંયમને ઈંદ્રિયોના પ્રયોગની આવશ્યકતા નથી.
૧. ડૉ. ભારિલ્લ : વીતરાગ–વિજ્ઞાન પ્રશિક્ષણ નિર્દેશિકા, મંગલાચરણ.