________________
ઉત્તમસંયમ)
*
૯૩
ઈદ્રિયજ્ઞાનને પણ હેય માનવાવાળા આત્માર્થીનું જીવન અમર્યાદિત ઈદ્રિય ભોગોમાં લાગેલું રહે એ સંભવિત નથી.
કહ્યું પણ છે કે – ગ્યાન કલા જિનકે ઘટ જાગી, તે જગમાંહિ સહજ વૈરાગી, ગ્યાની મગન વિપૈસુખમાંહી, યહ વિપરીતિ સંભવૈ નાહી. ૪૧.*
ઉત્તમસંયમના ધારક મહાવ્રતી મુનિરાજોને તો ભોગની પ્રવૃત્તિ જોવામાં જ આવતી નથી. દેશસંયમી અણુવ્રતી શ્રાવકને જો કે મર્યાદિત ભોગોની પ્રવૃત્તિ જોવામાં આવે છે તો પણ તેને તથા અવ્રતી સમ્યગ્દષ્ટિને પણ મનમાની–અનર્ગલ પ્રવૃત્તિ નથી હોતી.
આત્માના આશ્રયે ઉત્પન્ન થતો અંતર્બાહા ઉત્તમસંયમધર્મ આપણને બધાને શીધ્રાતિશીધ્ર પ્રગટ થાઓ એવી પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું અને ભાવના ભાવું છું કે :- વો દિન કબ પાઉં, ઘરકો છોડ વન જાઉં.”
* બનારસીદાસઃ નાટક સમયસાર, નિર્જરા દ્વાર, પાનું ૧૫૬.