________________
ગહરાઈની ખબર તો તેને પડશે જે વાંચવાની સાથે વિચાર પણ કરશે, બસ એમજ વાંચી નાખવાથી કાંઈ હાથ નહીં આવે.”
“હુકમચંદજીનો ક્ષયોપશમ બહુજ છે અને શૈલી એવી છે કે વાત વાંચવા વાળાઓના ગળે ઉતરી જાય છે. ગંભીર પ્રશ્નોના અત્યંત સરળ ભાષામાં ઉત્તર આપ્યા છે. જેવું સ્પષ્ટીકરણ પંડિતજી એ કર્યું છે, એવું તો હું પણ નથી કરી શક્તો. પંડિત જગન્મોહનલાલજી એ જે આ લખ્યું છે કે હુકુમચંદજી ને સરસ્વતીનું વરદાન છે, એ એકદમ સાચું છે.
જે કૃતિના વિષયમાં ગુરૂદેવશ્રી આ પ્રમાણે કહેતા હોય, એમના બારામાં અમે વિશેષ શું કહીએ ? :
આ દશધર્મો પર ડૉ. હુકમચંદજી ભારિલ્લના પ્રવચનોના ઓડિયો અને વીડીઓ કેસેટ પણ ઉપલબ્ધ છે, જે દરેક વર્ષ હજારોની સંખ્યામાં વેચાય છે. પર્યુષણ પર્વના અવસર પર વિભિન્ન જગ્યાઓ પર ખાલી ટી.વી. ના માધ્યમથી વીડીઓ કેસેટોનો પ્રસારણ કરવામાં આવે છે જેનાથી મહતી ધર્મપ્રભાવના થતી
પ્રસ્તુત કૃતિનો ગુજરાતી અનુવાદ શ્રી રમણલાલ માણેકલાલ શાહે બહુજ મનોયોગથી કર્યો છે. તેના માટે સંસ્થા એમનો હૃદયથી આભાર માને છે. પ્રકાશને વ્યવસ્થાનો શ્રેય વિભાગના પ્રભારી શ્રી અખિલ બંસલને જાય છે અતઃ એ પણ ધન્યવાદના પાત્ર છે. આ સંસ્કરણની કિંમત ઓછી કરવા માટે જે મહાનુભાવો એ આર્થિક સહયોગ પ્રદાન કરેલ છે તેમની સૂચી અલગથી પ્રકાશિત કરવામાં આવી છે; બધાય સહયોગિયોનો હૃદયથી આભારી છું. - આ કૃતિનો અધિકાધિક મહાનુભાવો લાભ મેળવે એ ભાવનાની સાથે વિરામ
લઉ છું.”
- નેમીચંદ પાકની પં. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ
મહામંત્રી
જુલાઈ ૧૯૭૯