________________
ઉત્તમ આકિંચન્ય) -
૧૩૯ અંતરંગ શુદ્ધિ થતાં બાહ્ય પરિગ્રહનો નિયમથી ત્યાગ હોય છે. અત્યંતર અશુદ્ધ પરિણામોથી જ વચન અને શરીર દ્વારા દોષોની ઉત્પત્તિ થાય છે. અંતરંગ શુદ્ધિ હોવાથી બહિરંગ શુદ્ધિ પણ નિયમથી હોય છે જો અંતરંગ પરિણમો મલિન હશે તો મનુષ્ય શરીર અને વચનો દ્વારા પણ દોષ ઉત્પન્ન કરશે.
વસ્તુતઃ વાત તો એ છે કે ધન–ધાન્યાદિ સ્વયં તો કોઈ પરિગ્રહ નથી, બલ્ક એમના ગ્રહણનો ભાવ, સંગ્રહનો ભાવ–એ પરિગ્રહ છે. જયાં લગી પર પદાર્થના ગ્રહણનો કે સંગ્રહનો ભાવ ન હોય તો માત્ર પરપદાર્થોની ઉપસ્થિતિથી પરિગ્રહ થાતો નથી, અન્યથા તીર્થકરોને તેરમા ગુણસ્થાનમાં પણ દેહ અને સમવસરણાદિ વિભૂતિઓનો પરિગ્રહ માનવો પડશે, જયારે અંતરંગ પરિગ્રહનો સંદ્ભાવ દશમાં ગુણસ્થાન સુધી જ હોય
સર્વ વાતો ધ્યાનમાં રાખીને જિનાગમમાં પરિગ્રહની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે - .
મૂછ પરિપ્રદ:"", મૂચ્છ પરિગ્રહ છે. . મૅચ્છની વ્યાખ્યા આચાર્ય અમૃતચંદ્ર આ પ્રમાણે કરે છે – “મૂછ તુ મમત્વપરિણામર મમત્વ પરિણામ એ જ મૂચ્છ છે.
પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ ટીકામાં (ગાથી ૨૧૮ ની ટીકામાં) આચાર્ય જયસેને લખ્યું છે –
- "मूच्र्छा परिग्रहः इति सूत्रे यथाध्यात्मानुसारेण मूर्छारूपरागादिपरिणामानुसारेण परिग्रहो भवति, न च बहिरंग રિપ્રાનુસારે”
મૂચ્છ પરિગ્રહ છે – આ સૂત્રમાં એમ કહ્યું છે કે અંતરંગ ઈચ્છારૂપ રાગાદિ પરિણામો અનુસારે પરિગ્રહ હોય છે, બહિરંગ પરિગ્રહ અનુસાર નહીં. ૧. આચાર્ય ઉમાસ્વામી : તત્વાર્થસૂત્ર અ. ૭. સૂત્ર ૧૭. ૨. પુરુષાર્થ સિદ્ધપુપાય. છંદ ૧૧૧.