________________
૧૩૮
1. ધર્મનાં દશ લક્ષણ) તો ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહ અલ્પ જોવામાં આવે છે, તો શું તેઓ પરિગ્રહ–ત્યાગી થઈ ગયા ?નહીં, કદાપિ નહીં.
જયારે આત્માના ધર્મ તથા અધર્મની ચર્ચા ચાલે છે તો એની પરિભાષા એવી હોવી જોઈએ કે એ સર્વ આત્માપર એક સરખી રીતે ઘટિત થાય. આ કારણે આચાર્યોએ અંતરંગ પરિગ્રહના ત્યાગ પર વિશેષ ભાર
મૂક્યો છે.
કાર્તિકેયાનુપ્રેક્ષા માં કહ્યું છે કેबाहिरगंथविहीणा दलिद्दमणुवा सहावदो होति। अब्भंतर-गंथं पुण ण सक्कदेको विछंडेदुं ।।३८७।।
દરિદ્રી મનુષ્ય તો સ્વભાવથી જ બાહ્ય પરિગ્રહથી રહિત હોય છે. પરંતુ અંતરંગ પરિગ્રહને છોડવામાં કોઈપણ સમર્થ હોતું નથી.
અષ્ટપાહુડ (ભાવપાહુડ) માં સર્વશ્રેષ્ઠ દિગંબરાચાર્ય કુન્દકુન્દ લખે
છે :
'भावविशुद्धिणिमित्तं बाहिरगंथस्स कीरए चाओ। बाहिरचाओ विहलो अभंतरगंथजुत्तस्स।।3।।
બાહ્ય પરિગ્રહનો ત્યાગ ભાવોની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે, પરંતુ રાગાદિભાવરૂપ અત્યંતર પરિગ્રહના ત્યાગ વિના બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે.
બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી દેવા છતાં પણ એ નિશ્ચિત નથી કે અંતરંગ પરિગ્રહ પણ છૂટી જ જશે. એમ પણ બને કે બહારથી તિલતુષમાત્ર પણ પરિગ્રહ ન દેખાય, પરંતુ અંતરંગમાં ચૌદેય પરિગ્રહ વિદ્યમાન હોય. દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિઓ મુનિઓને આ જ તો હોય છે. પહેલા ગુણસ્થાનમાં હોવાથી એમનામાં મિથ્યાત્વાદિ સર્વ અંતરંગ પરિગ્રહો હોય છે, પરંતુ બહારથી તે નગ્ન દિગંબર હોય છે.
ભગવતી આરાધના માં સ્પષ્ટ લખ્યું છે - "अभंतरसोधीए गंथे णियमेण बाहिरे च यदि। अभंतरमइलो चेव बाहिरे गेण्हदि ह गंथे ।।१६१५|| अभंतरसोधीए बाहिरसोधी वि होदि णियमेण। अभंतरदोसेण हु कुणदि, णरो बाहिरे दोसे।।१६१६ ।।