________________
ઉત્તમ આર્કિયન્ય)
૧૩૭
પ્રશ્નથી મારૂં હૃદય ડોલી ઊઠયું. મેં આ વાત પર ગંભીરતાથી વિચાર કર્યો – ચિંતન કર્યું – વિચાર કરતાં કરતાં મને એ વાત હાથ લાગી કે આખરે આગમમાં રૂપિયા પૈસાને પરિગ્રહમાં કેમ ગણાવ્યા નથી.
એ સમજાતું નથી કે ધાર્મિક સમાજને આજે શું થઈ ગયું છે ? પરિગ્રહના સંપૂર્ણ ત્યાગી મહાવ્રતી સાધુ અને પરિગ્રહ–પરિમાણવ્રતી અણુવ્રતી ગૃહવાસી ગૃહસ્થ—બંનેય મઠવાસી, મંદિરવાસી, ધર્મશાળાવાસી થઈ ગયા છે. એકે વનમાં રહેવું જોઈએ, બીજાએ ઘરમાં; પરંતુ ન વનવાસી વનમાં રહે છે, ન ગૃહવાસી ઘરમાં; એકસાથે બંને ધર્મશાળાવાસી થઈ જાય છે. આહાર દેનારા અણુવ્રતી ગૃહસ્થો પણ આહાર લેવા લાગ્યા છે. અન્યથા જેમણે પોતાની કમાણીનાં સાધનો મર્યાદિત કરી દીધાં હોય એમને પણ સંપત્તિ વધતા જવાનો સવાલ જ કેમ ઊઠે ?
વ્રતીઓને મહાવ્રતીઓનો ભાર ઉઠાવવો જોઈતો હતો, પરંતુ એમણે તો પોતાનો ભાર અવ્રતીઓ ઉપર નાખી દીધો છે. આ કારણે જ મહાવ્રતીઓને અનુદ્દિષ્ટ આહાર મળવો બંધ થઈ ગયો છે. કેમકે અવ્રતી તો એટલું શુદ્ધ ભોજન કરતા જ નથી કે તેઓ મુનિરાજના ઉદ્દેશ્ય વિના બનાવીને એમને આહાર આપી શકે. વ્રતી એવું ભોજન અવશ્ય કરે છે કે તેઓ પોતાના માટે બનાવેલું ભોજન મુનિરાજોને આપી શકે, પરંતુ તેઓ તો લેવાવાળા થઈ ગયા
છે.
જે કાંઈ પણ હો, મૂળ તો માત્ર એ વિચારવાનું છે કે રૂપિયા—પૈસાને આગમમાં ચોવીસ પરિગ્રહોમાં અલગ સ્થાન કેમ નથી આપ્યું ? આમ તો એ ધનમાં આવી જ જાય છે.
જો રૂપિયા–પૈસાને જ પરિગ્રહ માનીએ તો પછી દેવો, નારકીઓ, અને તિર્યંચોમાં તો પરિગ્રહ હશે જ નહીં, કેમકે એમની પાસે તો રૂપિયા—પૈસા જોવામાં જ આવતા નથી, એમનામાં તો મુદ્રાનો વ્યવહાર જ નથી, એમને આ વ્યવહાનું કોઈ પ્રયોજન પણ નથી; પરંતુ એમને પરિગ્રહનો ત્યાગ તો નથી.
આ પ્રમાણે ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહોને જ પરિગ્રહ માનીએ તો પછી પશુઓને અપરિગ્રહો માનવાં પડશે, કેમકે એમની પાસે બાહ્ય પરિગ્રહ જોવામાં આવતો નથી. ધન-ધાન્ય, મકાનાદિ સંગ્રહનો વ્યવહાર તો મુખ્યપણે મનુષ્ય–વ્યવહાર છે. મનુષ્યોમાં પણ પુણ્યનો યોગ ન હોય