________________
ઉત્તમ માર્દવ)
જેવા હોઈએ તેવા પોતાને માનવામાં માન નથી, કેમકે એનું નામ તો સત્યશ્રદ્ધાન, સત્યજ્ઞાન છે. બલ્બ જેવા છીએ નહીં તેવા માનવાથી, તથા જેવા નથી તેવા માનીને અભિમાન અને દીનતા કરવાથી માન થાય છે; માર્દવધર્મ ખંડિત થાય છે. જો માત્ર પોતાને જ્ઞાની માનવાથી માન થતું હોય તો પછી જ્ઞાની પણ જ્ઞાનમદ માનવો પડશે, કેમકે તે પણ પોતાને જ્ઞાની તો માને છે. કૈવળજ્ઞાની પણ પોતાને કેવળજ્ઞાની માને છે–જાણે છે, તો શું તેઓ પણ માની છે?
નહીં, કદી નહીં. જ્ઞાનમદ કેવળજ્ઞાનીને હોતો ક્ષયોપશમ જ્ઞાનવાળ ઓને હોય છે. ક્ષયોપશમ જ્ઞાનવાળાઓમાં પણ જ્ઞાનમદ મિથ્યાજ્ઞાનીને હોય છે, સમ્યજ્ઞાનીને નહીં. મિથ્યાજ્ઞાનીને અજ્ઞાની પણ કહેવામાં આવે
સંયોગને સંયોગરૂપ જાણવાથી પણ માન થતું નથી, કેમકે સમ્યજ્ઞાની-ચક્રવર્તી પોતાને ચક્રવર્તી જાણે જ છે, માને પણ છે; પરંતુ સાથે એ પણ જાણે છે કે આ સર્વસંયોગ છે, હું તો એ સર્વથી ભિન્ન વિલક્ષણ તત્વ છું. આ જ કારણે તેને અનન્તાનુબંધીનું માન હોતું નથી. નિર્બળતાને લીધે અપ્રત્યાખ્યાન આદિ સંબંધી માન રહે છે તોપણ માનની સાથે એકત્વબુદ્ધિનો અભાવ છે, તેથી તેને આંશિકરૂપે માંઈવધર્મ વિદ્યમાન છે.
અનન્તાનુબંધી માનનું મુખ્ય કારણ શરીરાદિ પર પદાર્થ તેમ જ પોતાની વિકારી અને અલ્પવિકસિત અવસ્થાઓમાં એકત્વબુદ્ધિ છે. મુખ્યપણે આપણે એને શરીરની સાથે એકત્વબુદ્ધિના આધાર પર સમજી શકીએ છીએ - કેમકે રૂપમદ, કુલમદ, જાતિમદ, બળાદિમદ શરીર સાથે જ સંબંધ ધરાવે છે. રૂપમદ શરીરની કુરૂપતા અને સુરૂપતાના આશ્રયે જ થાય છે. એ જ પ્રમાણે બળમદ પણ શારીરિક બળથી સંબંધિત છે તથા જાતિ અને કુળનો નિર્ણય પણ જન્મ સાથે સંબંધ રાખતો હોવાથી શરીર સાથે જ જોડાએલો છે.. ' ' - જે વ્યકિત શરીરને જ પોતાનાથી ભિન્ન પદાર્થ માને છે, જાણે છે, એમાં પોતાપણું પણ રાખતો નથી, તે શરીર સુંદર હોવાથી પોતાને સુંદર કેવી રીતે માની શકે? એ જ પ્રમાણે શરીર કુરૂપ હોવાથી પોતાને કુરૂપ પણ કેવી રીતે માને?
બીજી વાત એ પણ છે કે જ્ઞાની એની (ધનાદિની) ક્ષણભંગુરતાથી