________________
કર
ધર્મનાં દશ લક્ષણ) સારી રીતે પરિચિત હોય છે. તેથી એના આશ્રયે તેને માન કેવી રીતે થાય? શરીરાદિ સંયોગ પ્રતિક્ષણ વિકૃત અને વિનષ્ટ થવાવાળા છે. શું ખબર કે હમણાં સુંદર દેખાતું શરીર કયારે વિરૂપ-અસુંદર થઈ જશે. ઐશ્ચર્યનો પણ શું ભરોસો? પ્રાતઃકાળનો શ્રીમંત સાયંકાળ થતા પહેલાં શ્રીવિહીન (ભિખારી-દરિદ્ર) થતો જોઈ શકાય છે. પોતાના બાહુબળથી મોટર રોકી દેનાર પહેલવાન ગામાના હાથોમાં મરતી વેળા માખી ઉડાડવાની પણ શકિત રહી ન હતી. શું કોઈ નિશિચત પણે દૃઢતાથી કહી શકે છે કે જે શકિત, જે કોઈ સૌંદર્ય અને જે સંપત્તિ આજે એની પાસે છે તે આવતી કાલે પણ રહેશે ? કાયા અને માયાને વિખરાઈ જતાં શું વાર લાગે ? આવી પરિસ્થિતિમાં માન શું કરવું અને શાના પર કરવું?
આ જ પ્રમાણે જાતિ, કુળ, આદિ પર પણ ઘટિત કરી લેવું જોઈએ.
ઐશ્ચર્યમદ બાહ્ય પદાર્થો સાથે સંબંધ રાખે છે. તથા જ્ઞાનમદ આત્માની અલ્પવિકસિત અવસ્થાના આશ્રયે થવાવાળો મંદ છે. જેને પોતાની પૂર્ણવિકસિત પર્યાય કેવળજ્ઞાનની ખબર છે, એને ક્ષયોપશમરૂપ અલ્પજ્ઞાનનું અભિમાન કેમ હોઈ શકે? કયાં ભગવાનનું અનન્ત જ્ઞાન અને કયાં પોતાનું એના અનંતમા ભાગ જેટલું જ્ઞાન ! એનું શું કરવું અભિમાન ? અને ક્ષયોપશમ જ્ઞાન ક્ષણભંગુર પણ છે. સારી રીતે ભણેલો-ગણેલો આદમી ક્ષણવારમાં પાગલ પણ થઈ જતો હોય છે.
ધન-જનર્તન આદિ સંયોગોના આધારે કરવામાં આવતું અભિમાન છેવટે ખંડિત થવાનું જ છે; કેમકે સંયોગનો વિયોગ નિશ્ચિત છે, તેથી સંયોગનું અભિમાન કરનારનું માન પણ ખંડિત થવાનું એટલું જ નિશ્ચિત
છે.
માર્દવધર્મની પ્રાપ્તિ માટે દેહાદિ સાથેની એકત્વબુદ્ધિ તોડવી પડશે. દેહાદિમાં એકત્વબુદ્ધિમિથ્યાત્વના કારણે થાય છે, તેથી સૌ પ્રથમમિથ્યાત્વનો જ અભાવ કરવો જોઈએ. ત્યારે જ ઉત્તમક્ષમા માર્દવાદિ ધર્મ પ્રગટ થશે, બીજો કોઈ ઉપાય નથી. મિથ્યાત્વનો અભાવ આત્મદર્શન દ્વારા થાય છે; તેથી આત્મદર્શન જ એકમાત્ર કર્તવ્ય છે; ઉત્તમક્ષમા માર્દવાદિ ધર્મ અર્થાત સુખ–શાન્તિ પ્રાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય છે.
દેહાદિમાં પરબુદ્ધિની સાથે સાથે આત્મામાં ઉત્પન્ન થનારા ક્રોધમાનાદિ કષાયોમાં પણ હેયબુદ્ધિ થવી જોઈએ. એમાં હેયબુદ્ધિ થયા વિના એમનો