________________
૩૦
ધર્મનાં દશ લક્ષણ) પોતાથી નહીં પણ ધનાદિ સંયોગથી કર્યુ છે. ધનના સંયોગ વડે પોતાને મોટો માન્યો અને તેની અલ્પતા વા અભાવથી પોતાને નાનો માન્યો. પરના કારણે પોતાને નાનો માનો કે મોટો–બંનેય માન છે આ કારણે માની તો માની છે જ, દીન પણ માની જ છે.
લૌકિક દૃષ્ટિથી ભલે એમાં ભેદ માલૂમ પડે, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિથી વિશેષ કરીને માર્દવધર્મના સંદર્ભમાં અભિમાન અને દીનતા-બને માનનાં જરૂપ છે. એમાં કોઈ વિશેષ ફેર નથી, માર્દવધર્મ બંનેના અભાવમાં ઉત્પન્ન થવાવાળી અવસ્થા છે.
અભિમાન અને દીનતા-બંનેમાં અકડાઈ છે; માર્દવધર્મની કોમળ તા, સહજતા બંનેમાં ય નથી. માની પાછળથી વાંકો નમે છે, દીન આગળ થી; સીધા બંને ય રહેતા નથી. માની એવી રીતે ચાલે છે જાણે પોતે પહોળો અને શેરી સાંકડી અને દીન એવી રીતે ચાલે છે જાણે તે ભારે બોજથી દબાઈ ગયો હોય.
' તેથી એ એક સુનિશ્ચિત તથ્ય છે કે અભિમાન અને દીનતા-બંનેય વિકાર છે, આત્મ-શાન્તિનો ભંગ કરવાવાળાં છે અને બંનેના અભાવનું નામ જ માર્દવધર્મ છે.
સમાનતા આવતાં માન ચાલ્યું જાય છે. માર્દવધર્મમાં સમાનતાનું તત્વ વિદ્યમાન છે. બધા જ આત્મા સમાન છે, કોઈ નાના-મોટા નથી.” આ માન્યતા સહજ જ માન કષાયને ધટાડી દે છે, કેમકે બડાઈનો જે ભાવ તેનું નામ જ માન છે. હું મોટો અને જગત નાનું – આ ભાવ માનસ્વરૂપ છે. તથા હું નાનો અને જગત મોટું –આ ભાવ દીનતારૂપ છે; આ પણ માનનું જ રૂપાંતર છે – જે પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
અરહંતના મતમાં “મારું સ્વરૂપ સિદ્ધ સમાન છે' – એમ કહીને ભગવાનને પણ સમાનતાના સિદ્ધાંતની અંતર્ગત સમાવિષ્ટ કરેલા છે. હું કોઈથી મોટો નથી' એમ માનવાવાળા ને માન અને હું કોઈથી નાનો નથી' એમ માનવા વાળા ને દીનતા થવી સંભવિત નથી.
નાના-મોટાનો ભાવ માન છે અને સમાનતાનો ભાવ માર્દવ. બધા સમાન છે, પછી માન કેવું? પરંતુ આપણે “સ” ને છોડી દઈને “માન રાખી લીધું છે. જો માન દૂર કરવું હોય તો સૌ કોઈમાં રહેલી સમાનતા જાણો, માનો; માન સ્વયં દૂર થઈ જશે અને સહજ જ માર્દવધર્મ પ્રગટ થશે.