________________
ઉત્તમક્ષમા)
૧૩
ક્રોધ કરવાવાળો, જેના પર ક્રોધ આવે છે તેની સામે જ જુએ છે, પોતાની સામે જોતો નથી. ક્રોધીને જેના પર ક્રોધ આવે તેની જ ભૂલ દેખાય છે, પોતાની નહી; ભલે પછી નિષ્પક્ષપણે વિચાર કરતાં પોતાની જ ભૂલ કેમ ન હોય. પરંતુ ક્રોધી વિચાર જ કયારે કરે છે ? એ જ તો એનું અંધપણું છે કે તેની દૃષ્ટિ પર સન્મુખ જ રહે છે અને તે પણ બીજાના છતા—અછતા દુર્ગુણોની સન્મુખ જ; ગુણોને તો એ દેખતો જ નથી. જો એને અન્યના ગુણ દેખાવા લાગે તો પછી એના પર ક્રોધ જ શું કામ આવે ? તો તો પછી તેના પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય !
જો માલિકના પોતાના પગથી ઠોકર લાગતાં કાચનો પ્યાલો ફૂટી જાય તો એકદમ આવેશમાં બૂમ પાડીને કહેવા લાગે કે – અહીં વચમાં પ્યાલો કોણે રાખ્યો ? તેને પ્યાલો રાખવાવાળા પર ક્રોધ આવશે, પણ પોતાના પર નહીં. તે એમ નહી વિચારે કે – હું જોઈને કેમ ન ચાલ્યો ?
જો એ જ પ્યાલો કદાય નોકરના પગની ઠોકરથી ફૂટે તો રાડ પાડી ઊઠે કે – જોઈને ચાલતો નથી, આંધળો છે ? આ વખતે એને વચમાં પ્યાલો રાખનાર પર ગુસ્સો ન આવતાં ઠોકર દેનાર પર આવશે, કેમકે વચમાં પ્યાલો તો રાખેલો છે પોતે.
ભૂલ
હંમેશા નોકરની જ દેખાશે; પછી ભલે પોતાની ઠોકર લાગે અથવા નોકરના પગની ઠોકર લાગે, ભલે પોતે પ્યાલો વચમાં રાખ્યો હોય કે કોઈ બીજાએ રાખ્યો હોય.
કદાચિત કોઈ એમ કહે કે પ્યાલો તો આપે જ રાખ્યો હતો અને ઠોકર પણ આપેજ લગાવી છે; તો નોકરને શા માટે ધમકાવો છો ? ત્યારે પણ તે એમ જ કહેશે કે તેણે તે લઈ લેવો જોઈતો હતો, તેણે તે કેમ ન લઈ લીધો? તેને પોતાની ભૂલ દેખાતી જ નથી, કેમકે ક્રોધી "પર" માં જ ભૂલ દેખે છે, પોતામાં જોવા લાગે તો ક્રોધ આવે જ શી રીતે ? આ કારણથી જ આચાર્યોએ ક્રોધી પુરૂષને ક્રોધાન્ધ કહ્યો છે.
+
ક્રોધાન્ધ વ્યકિત શું શું નથી કરી નાખતો ? આખાય વિશ્વમાં મનુષ્યો દ્વારા જેટલો પણ વિનાશ થતો જોવામાં આવે છે, તેના મૂળમાં ક્રોધાદિ વિભાવ જ રહેલો દેખાય છે. દ્વારકા જેવી સંપૂર્ણ વિકસેલી અને સોળે કળાએ સંપન્ન નગરીનો વિનાશ દ્વીપાયન મુનિના ક્રોધને લીધે જ થયો હતો. ક્રોધને લીધે સેંકડો ધર—પરિવાર છિન્નભિન્ન થતાં જોવામાં આવે છે.