________________
૭૦
ધર્મનાં દશ લક્ષણ)
થયું કે એની શોધ જ ખોવાઈ ગઈ. જેની શોધ–ખોળ ચાલુ હોય તે મળી આવવું સંભવિત છે, પણ જેની શોધ જ ખોવાઈ ગઈ હોય તે કેવી રીતે મળે ? જયાં સુધી સત્ય સમજમાં ન આવે ત્યાં સુધી તેની શોધ ચાલુ રહે છે. પરંતુ કોઈ અસત્ય વસ્તુને સત્ય માની લેવામાં આવે તો એની શોધ–ખોળ પણ બંધ કરી દેવામાં આવે છે. જયારે શોધ-ખોળ જ બંધ કરી દેવામાં આવે તો પછી મળવાનો પ્રશ્ન જ કયાં રહે છે ?
હત્યારાની શોધ ત્યાં સુધી જ થાય છે જયાં સુધી હત્યાના અપરાધ માટે કોઈ ને પકડવામાં ન આવ્યો હોય જેણે હત્યા કરી ન હોય તેને જો હત્યાના અપરાધી તરીકે પકડી લેવામાં આવે, સજા કરવામાં આવે, તો સાચો હત્યારો કદીયે નહીં પકડાય. કેમકે હવે તો ફાઈલ જ બંધ થઈ ગઈ, જગતની દૃષ્ટિમાં હત્યારો મળી જ ગયો, તેને સજા પણ મળી ગઈ. હવે શોધવાનું—ખોળવાનું શું કામ ? જયારે શોધવાનું જ બંધ થઈ ગયુ તો સાચો હત્યારો મળી આવવો પણ અસંભવિત છે.
આ જ પ્રમાણે જયારે સત્યવચનને સત્યધર્મ માની લેવામાં આવ્યો તો પછી વાસ્તવિક સત્યધર્મ ની શોધનો પ્રશ્ન જ ક્યાં રહ્યો ? સત્યવચનને સત્યધર્મ માની લેવામાં સૌથી મોટો હાનિ એ થઈ કે સત્યધર્મની શોધ ખોવાઈ ગઈ—બંધ પડી ગઈ.
સત્યધર્મ શું છે ? આ નહીં જાણનાર જિજ્ઞાસુ કોઈ ને કોઈવાર સત્યધર્મને પ્રાપ્ત કરી લેશે, કેમકે શોધ ચાલુ છે; પરંતુ સત્યવચનને જ સત્યધર્મ માની બેઠેલાઓને સત્ય પ્રાપ્ત થવું સંભવિત નથી.
અણુવ્રત ગ્રહસ્થો હોય છે, મુનિઓને નહીં. મહાવ્રત મુનિઓને હોય છે, ગૃહસ્થોને નહીં. એ જ પ્રમાણે ભાષાસમિતિ અને વચનગુપ્તિ મુનિઓને હોય છે, ગૃહસ્થોને નહીં. અણુવ્રત, મહાવત, ગુપ્તિ અને સમિતિ ગૃહસ્થો અને મુનિઓને હોય છે, સિદ્ધોને નહીં! અવિરત સમ્યદૃષ્ટિઓને પણ નહીં. જયારે ઉત્તમક્ષમાદિ દશધર્મ પોત-પોતાની ભૂમિકાનુસાર અવિરત સમ્યગ્દષ્ટિઓથી માંડીને સિદ્ધો સુધીના જીવોમાં હોય છે.
વાણી પુદ્ગલની પર્યાય છે અને સત્ય આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ આત્મામાં રહે છે, શરીર અને વાણીમાં નહીં. જે આત્માના ધર્મો છે તે સંપૂર્ણ ધર્મોના સ્વામી એવા સિદ્ધોમાં હોવા અનિવાર્ય છે. ઉત્તમક્ષમાદિ દશધર્મ જેમાં સત્યધર્મ પણ સમાવિષ્ટ છે – તે સિદ્ધોમાં વિદ્યમાન છે; પરંતુ
-