________________
૧૫૪
ધર્મનાં દશ લક્ષણ) જો કર્ણ-ઈન્દ્રિયના વિષય-સેવનના અભાવને બ્રહ્મચર્ય કહીએ તો પછી ચાર-ઈદ્રિય જીવોને બ્રહ્મચારી માનવા પડે, કેમકે એમને તો કાન છે જ નહીં, પછી કર્ણના વિષયનું સેવન કેમ સંભવે ? એ જ પ્રમાણે ચક્ષુ-ઈન્દ્રિયના વિષય-સેવનના અભાવને બ્રહ્મચર્ય કહેતાં ત્રણ–ઈદ્રિય જીવોને, ઘાણના વિષય–સેવનના અભાવને બ્રહ્મચર્ય કહેતાં દ્વિ-ઈદ્રિય જીવોને, રસનાના વિષય–સેવનના અભાવને બ્રહ્મચર્ય કહેતાં એકેન્દ્રિય જીવોને બ્રહ્મચારી માનવાનો પ્રસંગ આવી પડે છે; કેમકે એમને ઉકત ઈદ્રિયોના અભાવ હોવાથી એમના વિષયોનું સેવન સંભવિત નથી.
આ જ ક્રમથી જો કહેવામાં આવે કે આ પ્રમાણે તો સ્પર્શ-ઈદ્રિયના વિષય-સેવનના અભાવને બ્રહ્મચર્ય માનીએ તો સ્પર્શેન્દ્રિય રહિત જીવોને બ્રહ્મચારી માનવા પડશે, – તો એમાં આપણને કાંઈ હરકત નથી, કેમકે સ્પર્શન-ઈદ્રિયથી રહિત સિદ્ધ ભગવાન જ છે અને તેઓ સંપૂર્ણ બ્રહ્મચારી છે જ. સંસારી જીવોમાં તો કોઈ આવો છે જ નહીં, જે સ્પર્શન-ઈન્દ્રિયથી રહિત હોય.
આ પ્રમાણે સ્પર્શન-ઈદ્રિયોના વિષય-ત્યાગને બ્રહ્મચર્ય કહેવામાં કોઈ દોષ આવતો નથી. - એ જ પ્રમાણે માત્ર ક્રિયાવિશેષ (મૈથુન) ના અભાવને જ બ્રહ્મચર્ય
માનીએ તો પછી પૃથ્વી, જલકાય આદિ જીવોને પણ બ્રહ્મચારી માનવા પડશે, કેમકે એમને મૈથુનક્રિયા જોવામાં આવતી નથી.
- જો આ, કહો કે એકેન્દ્રિયાદિ જીવોને બ્રહ્મચારી માનવામાં શું હરકત છે? તો –
' ' એજ કે એમને આત્મરમણતારૂપ નિશ્ચય બ્રહ્મચર્ય નથી, આત્મરણતારૂપ બ્રહ્મચર્ય સંજ્ઞી પંચેન્દ્રિયોને જ હોય છે; તથા એકેન્દ્રિયાદિ જીવોને મોક્ષ પણ માનવો પડે, કેમકે બ્રહ્મચર્યધર્મને સંપૂર્ણ ધારણ કરવાવાળા મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરે જ છે.
કહ્યું પણ છે :ધાનત ધર્મ દશ પંડ ચઢિકે, શિવમહલમેં પગ ધરા,”
ઘાનતરાયજી કહે છે કે ધર્મરૂપી સીડી પર ચઢીને શિવમહેલમાં પહોંચે છે. દશધર્મરૂપી સીડીમાં દશમું પગથિયું છે બ્રહ્મચર્ય, એના પછી તો મોક્ષ જ છે.