________________
ધર્મનાં દશ લક્ષણ)
રર
આત્મામાં જ અનંતકાળ નિમગ્ન રહેવાવાળાઆને ઉત્તમક્ષમા પૂર્ણતા પામે
છે.
અવિરત સમ્યગ્દષ્ટિ, અણુવ્રતી, મહાવ્રતી અને અરહંત ભગવાનમાં ઉત્તમક્ષમાનો પરિમાણાત્મક (Quantity) ભેદ છે, ગુણાત્મક (Quality) ભેદ નથી. ઉત્તમક્ષમા બે પ્રકારની નથી હોતી ભલે એનું કથન બે પ્રકારે કરવામાં આવે. એને જીવનમાં ઉતારવા માટેની ભૂમિકા બેથી પણ વધારે હોઈ. શકે. નિશ્ચયક્ષમા અને વ્યવહારક્ષમા એ કથનશૈલીના ભેદ છે, ઉત્તમક્ષમાના નહીં. એ જ પ્રમાણે અવિરત સમ્યગ્દષ્ટિની ક્ષમા, અણુવ્રતીની ક્ષમા, મહાવ્રતીની ક્ષમા, અરહંતની ક્ષમા એ બધા 'ક્ષમાને જીવનમાં ઉતારવા માટે વિવિધ ભૂમિકા–તબકકાના ભેદ છે. ઉત્તમક્ષમાના નહીં, એ તો એકમાત્ર અભેદ છે.
ઉત્તમક્ષમા તો એક અકષાયભાવરૂપ છે, વીતરાગ ભાવસ્વરૂપ છે, શુદ્ધભાવરૂપ છે, તે કષાયરૂપ નથી, રાગભાવસ્વરૂપ નથી, શુભાશુભભાવરૂપ નથી; બલ્કે એ સૌના અભાવરૂપ છે..
ક્ષમાસ્વભાવી આત્માના આશ્રયે સર્વ પ્રાણીઓને ઉત્તમક્ષમાધર્મ પ્રગટ થાઓ, અને સર્વ અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વભાવી આત્માનો અનુભવ કરીને પૂર્ણ સુખી બનો—–એવી પવિત્ર ભાવનાની સાથે વિરામ લઉ છું.