________________
ઉત્તમક્ષમા) જોવામાં આવે. અવતી પરંતુ ક્ષાયિક–સમકિતી ભરત ચક્રવર્તી બાહુબલી ઉપર ચક્ર ચલાવતી વેળા પણ અનન્તાનુબંધીના ક્રોધી ન હતા. “તેથી ઉત્તમક્ષમાનો નિર્ણય બાહ્ય પ્રવૃત્તિના આધારે કરી શકાય નહીં.
અનતાનુંબંધી ક્રોધના અભાવથી ઉત્તમક્ષમાં પ્રગટ થાય છે અને અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન ક્રોધના અભાવ વડે ઉત્તમક્ષમા ફાલે–ફલે છે તથા સંજવલન ક્રોધનો અભાવ ઉત્તમક્ષમાના સ્વરૂપને સંપૂર્ણતા પ્રદાન કરે છે. આ અનન્ત સંસારનો અનુબંધ કરવાવાળો અનન્તાનુબંધી ક્રોધ એ આત્મા પ્રત્યે અરૂચિનું નામ છે. જ્ઞાનાનન્દસ્વભાવી આત્માની અરૂચિ જ અનન્તાનુબંધી ક્રોધ છે. ' જયારે આપણને કોઈ વ્યકિત પ્રત્યે અનન્ત ક્રોધ પેદા થાય છે તો આપણે તેનું મો પણ જોવાનું પસંદ કરતા નથી, એની વાત કરવાની કે સાંભળ વાની પસંદ કરતા નથી. કોઈ ત્રીજી વ્યકિત એની ચર્ચા આપણી સાથે કરે તો તે પણ આપણે સહન કરી શકતા નથી, એની પ્રશંસા સાંભળવી એ તો ખૂબ દૂરની વાત છે. - એ જ પ્રમાણે જેમને આત્મદર્શનની રૂચિ નથી, જેમને આત્માની વાત કરવી–સાંભળવી પસંદ નથી, જેમને આત્મચર્ચા જ નહીં, આત્મચર્ચા કરવાવાળા પણ રૂચતા નથી, તે સર્વ અનન્તાનુબંધી ક્રોધી છે – કેમકે એમને આત્મા પ્રત્યે અનંત ક્રોધ છે, એટલે તો એમને આત્મચર્ચા પસંદ નથી.
આપણે પરને તો અનંત વાર ક્ષમા આપી, પરંત આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! એક વાર તું પોતાના આત્માને પણ ક્ષમા કરી દે, તેની સામે જો, તેની પણ સામસંભાળ લે. અનાદિથી પરને પરખવામાં જ અનંત કાળ ગુમાવ્યો છે. એક વાર પોતાના આત્માને પણ જો જાણે, પરખે; તો સહજ જ તારા અંતરમાં ઉત્તમક્ષમા પ્રગટ થઈ જશે.
આત્માનો અનુભવ જ ઉત્તમક્ષમાની પ્રાપ્તિનો વાસ્તવિક ઉપાય છે. ક્ષમાસ્વભાવી આત્માનો અનુભવ કરવાથી, આશ્રય કરવાથી જ પર્યાયમાં ઉત્તમક્ષમા પ્રગટ થાય છે.
આત્માનુભવી સમ્યગ્દષ્ટિ જ્ઞાની જીવને ઉત્તમક્ષમાં પ્રગટ થાય છે, અને આત્માનુભવની વૃદ્ધિ થવાવાળાઓને જ ઉત્તમ ક્ષમા વૃદ્ધિ પામે છે, તથા