________________
ઉત્તમમાદવ
ક્ષમાની જેમ માર્દવ પણ આત્માનો સ્વભાવ છે. માર્દવસ્વભાવી આત્માના આશ્રયે આત્મામાં જે માનના અભાવરૂપ શાન્તિસ્વરૂપ પર્યાય પ્રગટ થાય છે એને પણ માર્દવ કહે છે. જોકે આત્મા માર્દવસ્વભાવી છે . તોપણ અનાદિથી આત્મામાં માર્દવના અભાવરૂપ માનકષાયરૂપ પર્યાય જ પ્રગટરૂપે વિદ્યમાન છે.
“કૃમિ: માર્જિવ મૃદુતા-કોમળતાનું નામ માર્દવ છે. માન કષાયના કારણે આત્મસ્વભાવમાં વિદ્યમાન કોમળતાનો અભાવ થઈ જાય છે. તેમાં એક અકડાઈ–ધમંડ જેવો ભાવ ઉત્પન્ન થઈ જાય છે. માન કષાયને લીધે માની પુરૂષ પોતાને મોટો અને બીજાઓને નાના માનવા લાગે છે. તેનામાં સમુચિત વિનયનો પણ અભાવ થઈ જાય છે. માની જીવ હંમેશા પોતાને ઊંચો અને બીજાઓને નીચા દર્શાવવાનો પ્રયત્ન કર્યા કરે છે. માન ખાતર તે શું નથી કરતો? છળ-કપટ કરે છે, માનભંગ થતાં કોપાયમાન થઈ જાય છે. સન્માન પ્રાપ્ત કરવા માટે બધું જ કરવા તૈયાર થઈ જાય છે. ત્યાં સુધી કે જે ધનાદિ પદાર્થોનો સંગ્રહ તે પોતાના જોખમે કરે છે, તે ધનાદિને પણ પાણીની જેમ રેલાવવા તૈયાર થઈ જાય છે. ઘર-બાર, સ્ત્રી-પુત્રાદિ સર્વસ્વ છોડવા છતાં પણ મન છૂટતું નથી. ભલભલા કહેવાતા મહાત્માઓને ઊંચા આસન માટે ઝગડતા-લડતા જોઈ શકાય છે, નમસ્કાર ન કરવામાં આવે તો મિજાજ ગુમાવતા જોઈ શકાય છે, આ બધો માન કષાયનો જ વિચિત્ર મહિમા છે..
માની જીવની પ્રવૃતિનું વર્ણન પંડિતપ્રવર ટોડરમલજીએ આ પ્રમાણે કરેલું છે :
“આને માન કષાય ઊપજે ત્યારે બીજાને નીચો તથા પોતાને ઊંચો દર્શાવવાની ઇચ્છા થાય છે, એ અર્થે અનેક ઉપાયો વિચારે છે, અન્યની નિંદા તથા પોતાની પ્રશંસા કરે છે, અનેક પ્રકારે અન્યનો મહિમા મટાડી પોતાનો મહિમા કરવા લાગે છે, ઘણાં ઘણાં કષ્ટ વડે જે ધનાદિનો સંગ્રહ કર્યો હોય તેને વિવાહાદિ કાર્યોમાં એકદમ ખર્ચી નાખે વા દેવું કરીને પણ ખર્ચે છે, મરણ પછી મારો યશ રહેશે એમ વિચારી પોતાનું મરણ કરીને પણ પોતાનો