________________
૨૪
ધર્મનાં દશ લક્ષણ) મહિમા વધારવા પ્રયત્ન કરે છે. જો કોઈ પોતાનું સન્માનાદિક ન કરે તો તેને ભયાદિક દેખાડી, દુખ ઉપજાવી પોતાનું સન્માન કરાવે છે. માનનો ઉદય થતાં કોઈ પૂજય હોય, વડીલ હોય તેમનું પણ સન્માન કરતો નથી. કાંઈ વિચાર જ રહેતો નથી. વળી એમ કરતાં પણ અન્ય નીચો તથા પોતે ઊંચો ન દેખાય તો પોતાના અંતરંગમાં પોતે ઘણો સંતાપવાન થાય છે. પોતાના અંગોનો ઘાત કરે છે વા વિષભક્ષણઆદિ કરી મરણ પામે છે—ઈત્યાદિ અવસ્થા માન થતાં થાય છે.’૧
કષાયોમાં માનનું બીજું સ્થાન છે, ક્રોધનું પહેલું દશધર્મોમાં પણ ઉત્તમક્ષમા પછી ઉત્તમમાર્દવ આવે છે. એનું પણ કારણ છે. જો કે ક્રોધ અને માન બંને દ્વેષરૂપ હોય છે છતાં એમની પ્રકૃતિમાં ફરક છે. જયારે કોઈ આપણને ગાળ આપે છે તો ક્રોધ આવે છે. પરંતુ જયારે પ્રશંસા કરે છે તો માન ઊપજે છે. દુનિયામાં તો નિન્દા અને પ્રશંસા સાંભળવા મળ્યા જ કરે છે. અજ્ઞાની બંને પરિસ્થિતિમાં કષાય કરે છે.
જેમ કોઈનું શારીરિક સ્વાસ્થ્ય નબળું હોય તો તેને ઠંડી અને ગરમ—બંને પ્રકારની હવાથી પરેશાની થાય છે, ગરમ હવામાં તેને લૂ લાગી જાય છે અને ઠંડી હવાથી શરદી થઈ જાય છે; તેમ જેમનું આત્મિક સ્વાસ્થ્ય નબળું હોય છે તેમને નિન્દા અને પ્રશંસા બંનેય પરેશાન કરે છે. નિંદાની ગરમ હવા લાગવાથી તેમને ક્રોધની લુ લાગી જાય છે અને પ્રશંસાની ઠંડી હવા લાગવાથી માનની શરદી લાગી જાય છે.
નિંદા શત્રુ કરતા હોય છે અને પ્રશંસા મિત્ર, તેથી ક્રોધનાં નિમિત્ત બને છે શત્રુ અને માનનાં નિમિત્ત મિત્ર.
વિરોધીઓની એક ખાસ આદત હોય છે—છતાં ગુણોની વાત સુદ્ધાં ન કરવી અને અછતા અવગુણોની વધારી–વધારીને ચર્ચા કરવી. સાથીઓની પણ એક આદત હોય છે; તેઓ પણ એક નિર્બળતાના શિકાર હોય છે—તેઓ વિદ્યમાન અવગુણોની વાત સુદ્ધાં કરતા નથી, બલ્કે અલ્પ ગુણોને વધારી–વધારી વખાણ કરે છે. તથા કોઈ કોઈ વાર અવિદ્યમાન ગુણોને પણ કહેવા લાગી જાય છે. કંપાઉન્ડરને ડૉકટર અને મુનશીને વકીલ સાહેબ કહેવા—એ આ જ વૃત્તિનું પરિણામ છે.
૧. મોક્ષમાર્ગપ્રકાશક, પાનું ૫૯.