________________
ધર્મનાં દશ લક્ષણ)
૧૬૮
કોણ ક્ષમાપના-પત્ર મોકલે છે ? ક્ષમા કરવા–કરાવવાના સાચા અધિકારી તો તેઓ જ છે, પરંન્તુ એમને કોણ યાદ કરે છે ?
મોટા કહેવાતા બહુવ્યવસાયી લોકોની સ્થિતિ તો આથીય વિશેષ વિચિત્ર બની ગઈ છે. એમને ત્યાં એમ યાદી ત્યાર હોય છે. આ યાદી પ્રમાણે લગ્નના નિમંત્રણ પત્રો મોકલવામાં આવે છે; એ જ યાદી પ્રમાણે કર્મચારીગણ ક્ષમાવાણી પત્રો પણ મોકલી આપતા હોય છે. મોકલનારને તો ખબર પણ નથી હોતી કે પોતે કોની–કોની પાસેથી ક્ષમાયાચના કરી છે.
આ જ સ્થિતિ એમની પણ હોય છે જેઓને આ પત્રો મળે છે એમના કર્મચારીઓ તે પત્રો પ્રાપ્ત કરી લ્યે છે. કદાચિત કોઈવાર ફુરસદ મળી જાય તો તેઓ પણ નજર નાખી લે છે કે કોના—કોના ક્ષમાવાણી પત્ર આવ્યા છે. એમાં શું લખ્યું કે એ વાંચવાનો પ્રયત્ન તેઓ પણ કરતા નથી. કરે પણ શા માટે ? શું પત્ર લખનારને પણ ખબર છે કે એમા શું લખ્યું છે ? શું એણે એ પત્ર વાંચ્યો છે ? લખવાની વાત તો ઘણી દૂર.
બજારમાંથી તૈયાર લખાણવાળાં છાપેલાં કાર્ડ લાવવામાં આવ્યાં હોય છે. સરનામું અવશ્ય લખવું પડે છે. એ પણ જો કોઈ રીતે છાપેલાં તૈયાર મળી જાય તો એ પણ લખવાનું કષ્ટ કોણ ઉઠાવે.? કદાચિત્ એમાં પ્રેસની ભૂળથી ગાળો છપાઈ જાય તોપણ કોઈ ચિંતાની વાત નથી. ચિંતા તો ત્યારે થાય કે જયારે એને કોઈ વાંચે. જયારે એને કોઈ વાંચવાવાળું જ નથી—સૌ એનો કાગળ, છાપકામ, ઉઠાવ ઈત્યાદિ જ દેખતા હોય છે, પછી ચિંતા શી વાતની ?
કરે પણ શું ? આજનો માનવી એટલો પ્રવૃત્તિ—મગ્ન થઈ ગયો છે કે એને આ બધું કરવાની ફુરસદ કયાં છે ? પોતે પત્ર લખે પણ તો કેટલાકને ? વ્યવહાર પણ એટલો વધી ગયો છે કે જેનું કોઈ માપ નથી. બસ, બધું આમ જ ચાલ્યા કરે છે.
ક્ષમાયાચના કે જે એકદમ વ્યકિતગત વસ્તુ હતી તે આજે બાજરૂ બની