________________
ક્ષમાવાણી
દશલક્ષણ મહાપર્વ પુરૂં થતાં તરત જ ઉજવવામાં આવતું ક્ષમાવાણી પર્વ એક એવું મહાપર્વ છે જેમાં વેરભાવને છોડીને આપણે પરસ્પર ક્ષમાયાચના કરીએ છીએ, એકબીજા પ્રતિ ક્ષમાભાવ ધારણ કરીએ છીએ. આને ક્ષમાપના પણ કહેવામાં આવે છે.
મનની મલિનતા ને ધોઈ નાખી સ્વચ્છ–પવિત્ર કરવામાં સમર્થ આ મહાપર્વ આજે માત્ર શિષ્ટાચાર થઈ પડયું છે. એમ નથી કે આપણે એને ઉત્સાહપૂર્વક ઊજવતા ન હોઈએ અથવા એનાથી ઉદાસીન થઈ ગયા હોઈએ. આજે આપણે ઍનાથી ન ઉદાસીન છીએ, ન ઉત્સાહરહિત. માત્ર ઉત્સાહથી જ નહીં, અતિ ઉત્સાહથી આપણે આ પર્વ ઊજવીએ છીએ.
આ પ્રસંગે આખાય ભારતવર્ષમાં લાખો રૂપિયાના બહુમૂલ્ય કાર્ડ છપાવવામાં આવે છે. એમને સુંદર રંગ-બેરંગી ચીરતેલાં કવરોમાં રાખીને આપણે ઈષ્ટમિત્રોને મોકલીએ છીએ. લોકોને પ્રેમથી ભેટીને મળીએ છીએ, . ક્ષમાયાચના પણ કરીએ મંદ હાસ્ય પણ હોય છે, પરંતુ કૃત્રિમ. આપણી મૂળ સ્વાભાવિક્તા કોણ જાણે કયાં ગુમ થઈ ગઈ છે ? વિમાનપરિચારિકાઓની જેમ આપણે પણ બનાવટી હાસ્યમાં કેળવાઈ ગયા છીએ.
આપણે માફી માગીએ છીએ; પણ એમની પાસે નહીં જેમની પાસે માગવી જોઈએ, જેમના પ્રત્યે આપણે અપરાધ કર્યા છે, અજાણતાં જ નહીં, પણ જાણીબૂઝીને; આપણને ખબર પણ છે એની પરંતુ આપણે ક્ષમાવાણી પત્ર પણ મોકલીએ છીએ, પરંતુ એમને નહીં જેમને મોકલવા જોઈએ, પસંદ કરીને એમને મોકલીએ છીએ જેમના પ્રત્યે ન તો આપણે કોઈ અપરાધ કર્યો છે અને જેમણે ન આપણા પ્રત્યે કોઈ અપરાધ કર્યો છે. આજે ક્ષમા પણ એમની પાસેથી માગવામાં આવે છે જેમની સાથે આપણને મૈત્રી–સંબંધ છે, જેમના પ્રત્યે અપરાધ થવાનો ખ્યાલ પણ આપણને કદી થયો નથી. જરા બતાવો કે વાસ્તવિક શત્રુઓથી કોણ ક્ષમા માગે છે? એમને