________________
ઉત્તમ મહાપર્વ) સામ્પ્રદાયિક પર્વ નથી, કેમકે તે સામ્પ્રદાયિક ભાવનાઓ પર આધારિત પર્વ નથી, એનો આધાર સાર્વજનિક છે. વિકારી ભાવોનો પરિત્યાગ અને ઉદાત્ત, ભાવોનું ગ્રહણ એ જ એનો આધાર છે, જે સર્વને એક સરખી રીતે હિતકારી છે. તેથી આ પર્વ માત્ર જૈનોનું જ નહીં પણ જન-જનનું–આમ જનતાનું છે. એને સંપ્રદાય-વિશેષનું પર્વ માનવું એ જ સ્વયં સામ્પ્રદાયિક દૃષ્ટિકોણ
- આ સૌનું પર્વ છે, એનું એક કારણ એ પણ છે કે સૌ પ્રાણીઓ સુખી થવા ઈચ્છે છે અને દુઃખથી ડરે છે. ક્રોધાદિ ભાવો સ્વયં દુઃખસ્વરૂપ છે અને દુઃખના કારણરૂપ છે તથા ઉત્તમ-ક્ષમાદિ ભાવો સ્વયં સુખસ્વરૂપ છે અને સુખના કારણસ્વરૂપ છે. તેથી દુઃખથી ભયભીત સર્વ સુખાર્થી જીવો માટે ક્રોધાદિના ત્યાગરૂ૫ ઉત્તમક્ષમાદિ દશ ધર્મ પરમ આરાધ્ય છે.
આ પ્રમાણે સર્વને સુખકારી અને સન્માર્ગદર્શક હોવાથી આ દશલક્ષણ મહાપર્વ સર્વનું પર્વ છે.
દોધાદિ વિભાવભાવોના અભાવરૂપ ઉત્તમક્ષમાદિ દશ ધર્મોનો વિકાસ જ જેનું મૂળ છે એવા દશલક્ષણ મહાપર્વની સર્વભૌમિકતાનો આધાર એ છે કે બધે જ ક્રોધાદિકને બુરા, અહિતકારી અને ક્ષમાદિ ભાવોને ભલા અને હિતકારી માનવામાં આવે છે. એવું કર્યું ક્ષેત્ર છે જયાં ક્રોધાદિને બુરા, ક્ષમાદિને . ભલા ન માનવામાં આવતા હોય?
- તે સાર્વકાલિકે પણ આ જ કારણે છે, કેમકે કોઈ કાળ એવો નથી જેમાં ક્રોધાદિને હેય અને ઉત્તમક્ષમાદિને ઉપાદેય ન માનવામાં આવેલા હોય, ન માનવામાં આવતા હોય કે ન માનવામાં આવે. મતલબ કે એની ઉપાદેયતા સર્વકાળે અસંદિગ્ધ છે. ભૂતકાળમાં પણ ક્રોધાદિ વડે દુઃખ અને અશાન્તિ તથા ક્ષમાદિ વડે સુખ અને શાન્તિની પ્રાપ્તિ થતી જોવામાં આવી છે, વર્તમાનમાં પણ જોવામાં આવે છે. અને ભવિષ્યમાં પણ જોવામાં આવશે.
* ઉત્તમક્ષમાદિ ધર્મોની સાર્વભૌમિક, શૈકાળિક ઉપયોગિતા અને સુખકારિતાને લીધે જ દશલક્ષણ મહાપર્વ શાશ્વત પર્વોમાં ગણાય છે અને એ જ કારણે એ મહાપર્વ છે.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જો આ મહાપર્વ સૈકાળિક છે, અનાદિ-અનંત છે, તો પછી તેનો આરંભ થયાની કથા શાસ્ત્રોમાં કેમ આવે છે? શાસ્ત્રોમાં એમ આવે છે કે –