________________
ધર્મનાં દશ લક્ષણ) "કાળચક્રના પરિવર્તનમાં કેટલાક સ્વાભાવિક ઉતાર-ચઢાવ આવે છે, જેને જેને પરિભાષામાં અવસર્પિણી અને ઉત્સર્પિણીના નામથી ઓળખવામાં આવે છે. અવસર્પિણીમાં ક્રમે કરી હાસ અને ઉત્સર્પિણીમાં ક્રમે કરી વિકાસ થાય છે. દરેક અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં છ છ કાળ હોય છે. - દરેક અવસર્પિણી કાળના અંતમાં જયારે પંચમ કાળની સમાપ્તિ અને છઠ્ઠા કાળનો આરંભ થાય છે ત્યારે લોકો અનાર્ય વૃત્તિ ધારણ કરીને હિંસક બની જાય છે. એ પછી જયારે ઉત્સર્પિણીનો પ્રારંભ થાય છે અને ધર્મોત્થાનનો કાળ પાકે છે ત્યારે શ્રાવણ વદી એકમથી સાત અઠવાડિયાં લગી (૪૯ દિવસ) વિવિધ પ્રકારની વૃષ્ટિ થાય છે જે વડે સુકાળ પાકે છે અને લોકોમાં ફરી અહિંસક આર્યવૃત્તિનો ઉદય થાય છે. એક પ્રકારે ધર્મનો ઉદય થાય છે, પ્રારંભ થાય છે, અને તે વાતાવરણમાં દશ દિવસ સુધી ઉત્તમ-સમાદિ દશ ધર્મોની વિશેષ આરાધના કરવામાં આવે છે. આ જ પ્રકારે દરેક ઉત્સર્પિણી કાળમાં આ મહાપર્વ ચાલુ થઈ જાય છે.”
આ કથા તો પ્રત્યેક ઉત્સર્પિણી કાળમાં આ પર્વનો પુનઃ આરંભે કેવી રીતે થાય છે—માત્ર એટલું જ બતાવે છે. આ કથા દ્વારા દશલક્ષણ મહાપર્વની
અનાદિ-અનંતતાને કોઈ હરકત પહોંચતી નથી. - આ કથા પણ એક શાશ્વત કથા છે જેનું વારંવાર પુનરાવર્તન થયેલું છે અને થશે, કેમકે અવસર્પિણીના પંચમ કાળના અંતભાગમાં જયારે જયારે લોકો આ ઉત્તમ–ક્ષમાદિ ધર્મોથી વિમુખ થઈ જાય છે અને ઉત્સર્પિણી ના પ્રારંભ કાળમાં જયારે જયારે એની પુનરાવૃત્તિ થાય છે ત્યારે ત્યારે તે યુગમાં દશલક્ષણ મહાપર્વનો આ પ્રમાણે આરંભ થાય છે. વસ્તુતઃ આ યુગારંભની ચર્ચા છે, પર્વના પ્રારંભની નહીં. અનાદિ કાળથી અનેક યુગો પર્યત આ પ્રમાણે આ પર્વનો આરંભ થઈ ચૂકયો છે અને ભવિષ્યમાં પણ થતો રહેશે.
આ પર્વની અનાદિ–અનંતતા આગમ-સંમત તો છે જ, યુકિત-સંગત પણ છે, કારણ કે જયારથી (અનાદિથી) આ જીવ છે ત્યારથી ક્ષમાદિ–સ્વભાવી છે, તો પણ પ્રગટપણે (પર્યાયમાં) ત્યારથી જ ક્રોધાદિ વિકારોથી સંયુકત પણ છે. આ જ કારણે જ્ઞાનાનંદ-સ્વભાવી હોવા છતાં પણ અજ્ઞાની અને દુઃખી છે. અને જયારથી તે દુઃખી છે ત્યારથી સુખની આવશ્યકતા પણ છે, કેમકે સર્વ જીવો અનાદિથી છે તેથી સુખના કારણરૂપ ઉત્તમ–ક્ષમાદિ ધર્મોની આવશ્યકતા પણ અનાદિથી જ રહી છે.