________________
શ
છે.
ધર્મનાં દશ લક્ષણ) સંબંધ ધરાવે છે અને રામનવમી અને જન્માષ્ટમી રામ અને કૃષ્ણના જન્મ સાથે સંબંધિત છે. ઘટના–વિશેષથી સંબંધ ધરાવતાં પર્વોમાં રક્ષાબંધન, અક્ષયતૃતીયા, હોળી વગેરે પર્વ આવે છે, કેમકે એ પ્રસિદ્ધ પૌરાણિક ઘટનાઓ સાથે સંબંધ ધરાવતા પર્વ છે. સ્વાતંત્ર્ય-દિન અને પ્રજાસત્તાકદિન–એ પણ ઐતિહાસિક ધટનાઓથી સંબંધિત આજનાં રાષ્ટ્રીય પર્વ કહી શકાય છે.
સૈકાલિક અથવા શાશ્વત પર્વ ન કોઈ વ્યકિત-વિશેષથી સંબંધ ધરાવે છે, અથવા ન કોઈ ઘટના-વિશેષથી; એ તો આધ્યાત્મિક ભાવોથી સંબંધ ધરાવે છે. દશલક્ષણ મહાપર્વ એક આવું જ સૈકાલિક શાશ્વત પર્વ છે જે આત્માના ક્રોધાદિ વિકારોના અભાવના ફળસ્વરૂપે પ્રગટ થવાવાળી ઉત્તમક્ષમાદિ ભાવો સાથે સંબંધિત છે.
ઘટના–વિશેષથી અને વ્યકિત–વિશેષથી સંબંધિત પર્વ નિયમથી અનાદિ હોઈ શકતાં નથી, કેમકે એ સંબંધિત ધટના અથવા વ્યકિતના પહેલાં સંભવિત હોતાં નથી. એ અનંત પણ હોય શકતાં નથી, કેમકે જયારે ભવિષ્યમાં એથી પણ વિશેષ મહત્વપૂર્ણ વ્યકિત ઉત્પન્ન થઈ જાય અથવા ઘટના બની જાય તો જગત તેને યાદ રાખવા લાગશે, તેનાથી સંબંધિત પર્વની ઉજવણી કરવા લાગશે અને પહેલાનાં ભૂલી જશે. પછી-પછીના તીર્થકરો ઉત્પન્ન થતાં ભવિષ્યમાં એમનાં જયંતી અને નિર્વાણ–દિન ઉજવાશે. પહેલા–પહેલાનાં નહીં. જેમ આપણે ભૂતકાળની ચોવીસીને જાણે ભૂલી ગયા છીએ, એમજ આ ચોવીસીને પણ ભવિષ્યમાં કોઈ યાદ રાખશે નહીં.
ઘટનાઓ અને વ્યકિતઓ ગમે એટલાં મહત્વપૂર્ણ હોય તો પણ તે સાર્વભૌમ અને સાર્વકાલિક હોઈ શકતાં નથી. એ બધાંની પોતપોતાનાં ક્ષેત્ર અને કાળ સંબંધી મર્યાદાઓ છે, તે અમર્યાદ હોઈ શકતાં નથી. તેથી એ જ પર્વ સાર્વભૌમ અને સાર્વકાલિક કોઈ શકે જે કોઈ વ્યકિત વિશેષ અથવા ઘટના-વિશેષથી સંબંધિત નહીં હોતાં બધાય જીવોથી, એમના ભાવોથી એકસરખી રીતે સંબંધિત હોય. આજ કારણને લીધે તે શાશ્ચત છે, સર્વનું છે અને સદાય પ્રવર્તમાન રહેશે. એની ઉપયોગિતા સાર્વભૌમિક અને સાર્વકાલિક
દશલક્ષણ મહાપર્વ કોઈ સંપ્રદાય-વિશેષનું નથી, સર્વનું છે. એને. ભલે માત્ર કોઈ સંપ્રદાય-વિશેષના લોકો જ ઉજવતા હોય પણ તે