________________
૪૯
ઉત્તમ આર્જવ) • અને તે જ વાસ્તવિંક ઉત્તમ આર્જવધર્મ છે. લૌકિકમાં છળ-કપટના અભાવરૂપ મન-વચન-કાયની એકરૂપતારૂપ સરળ પરિણતિને વ્યવહારથી આર્જવધર્મ કહેવામાં આવે છે.
અંતરની સાથે બાહ્યની વ્યાપ્તિ હોતાં જેમને નિશ્ચય ઉત્તમઆર્જવ પ્રગટ થાય છે તેમનો વ્યવહાર પણ નિયમથી સરળ હોય છે, અર્થાત તેમને વ્યવહાર–આર્જવ પણ નિયમથી હોય છે. જેમના વ્યવહારમાં પણ ભૂમિકાનુસાર સરળતા નથી તેમને તો નિશ્ચય–આર્જવ હોવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી.'
મન-વચન-કાયમાં પણ વાસ્તવિક એકરૂપતા આત્મામાં ઉત્પન્ન સરળતાના પરિણામસ્વરૂપ આવે છે. હું મનને પવિત્ર રાખું, એમાં કોઈ બૂરો ભાવ આવવા ન દઉ' – આ પ્રકારના વિકલ્પોથી આર્જવધર્મ પ્રગટ નથી થતો. વસ્તુના સમ્યક સ્વરૂપને જાણ્યા-માન્યા વિના વીતરાગી સરળતારૂપ આર્જવધર્મ પ્રગટ કરી શકતો નથી. આર્જવસ્વભાવી આત્માના આશ્રયથી જ માયાચારનો અભાવ થઈ ને વીતરાગી સરળતા પ્રગટ થાય છે.
કોઇ અને માનની જેમ માયા પણ ચાર પ્રકારની હોય છે :- ૧, અનંતાનુબંધી માયા ૨. અપ્રત્યાખ્યાનાવરણ માયા ૩. પ્રત્યાખ્યાનાવરણ માયા અને ૪. સંજવલન માયા. * અનંતાનુબંધી માયાનો અભાવ આત્માનુભવી સમદ્રષ્ટિને જ હોય છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા વિના અનંત ઉપાયો કરવા છતાં પણ અનંતાનુબંધી-માયાનો અભાવ કરી શકતો નથી, તથા જયાં લગી અનંતાનુબંધી માયા છે ત્યાં લગી નિયમથી ચારેય પ્રકારની માયા વિદ્યમાન છે, કેમકે સૌથી પહેલાં અનંતાનુબંધી માયાનો જ અભાવ થાય છે. - શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સમદ્રષ્ટિને અનંતાનુબંધી કષાયો, અણુવ્રતીને અપ્રત્યાખ્યાનાવરણ કષાયો, મહાવ્રતીને પ્રત્યાખ્યાનાવરણ કષાયો અને યથાખ્યાતચારિત્રવાળાઓને સંજવલન કષાયોનો અભાવ હોય છે. ઉપર્યુકત ભૂમિકાઓ પહેલાં આ કષાયોનો અભાવ સંભવિત હોતો નથી.
એથી એ સિદ્ધ થાય છે કે હે કષાયોનો અભાવ કરવો હોય તો તેનો ઉપાય એ છે કે કષાયો તરફ જોયું જ નહિ તેમ જ તે વસ્તુઓ કે જેના લક્ષ્યથી કષાયો ઉત્પન્ન થાય છે તેના તરફ પણ જોવું જ નહિ, પરંતુ અકષાયસ્વભાવી પોતાના આત્મા તરફ જોવાનું છે. પોતાના આત્માને જાણવો, માનવો અને