________________
४८
ધર્મનાં દશ લક્ષણ). પવિત્ર મન બનાવવા માટે શું કરવું જોઈએ?
ઉત્તમ આર્જવધર્મ પ્રગટ કરવા માટે સૌ પ્રથમ એ જાણવું જોઈશે કે વસ્તુતઃ માયાકષાય મન-વચન-કાયની વિરૂપતા, વક્રતા યા કુટિલતાનું નામ નથી, પરંતુ આત્માની વિરૂપતા, વક્રતા યા કુટિલતાનું નામ છે. મન-વચન-કાયના માધ્યમ દ્વારા તો તે પ્રગટ થાય છે, ઉત્પન તો આત્મામાં જ થાય છે.
આત્માનો સ્વભાવ જેવો છે તેવો નહીં માનતા અન્યથા માનવો, અન્યથા જ પરિણમન કરવાનું ઈચ્છવું—એ જ અનંત વક્રતા છે, જે જેનો કર્તા-ધર્તા-હર્તા નથી, એને એનો કર્તા ધર્તા-હર્તા માનવો–ઈચ્છવો એ જ અનંત કુટિલતા છે. રાગાદિ અગ્નવભાવ દુઃખરૂપ અને દુઃખોનું કારણ છે, એને સુખસ્વરૂપ અને સુખનું કારણ માનવું; તદ્દરૂપ પરિણમન કરી સુખ ઈચ્છવું; સંસારમાં રંચમાત્ર પણ સુખ નથી, છતાં પણ એમાં સુખ માનવું અને તરૂપ પરિણમન દ્વારા સુખ ઈચ્છવું એ જ વસ્તુતઃ કુટિલતા છે, વક્રતા છે. આ જ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ જેવું છે, તેવું જ માનતાં એનાથી વિપરીત માનવું અને એવું જ પરિણમન કરવાનું ઈચ્છવું એ વિરૂપતા છે.
આ બધી આત્માની વક્રતા છે, કુટિલતા છે અને વિરૂપતા છે. આ વક્રતા–કુટિલતા-વિરૂપતા તો વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવાથી જ જાય.
જેવો આત્માનો સ્વભાવ છે તેને તેવો જ જાણવો, તેવો જ માનવો અને તેમાં જ તન્મય બની પરિણમી જવું એજ વીતરાગી સરળતા છે, ઉત્તમઆર્જવા છે. મુનિરાજોને જે ઉત્તમઆર્જવ ધર્મ હોય છે તે આ જ પ્રકારનો હોય છે – એટલે કે તેઓ આત્માને વર્ણાદિ અને રાગાદિથી ભિન્ન જાણીને એમાં જ સમાઈ જાય છે, વીતરાગતારૂપ પરિણમી જાય છે; એ જ એમનો ઉત્તમ આર્જવધર્મ છે; બોલવામાં અને કરવામાં આર્જવધર્મ નથી. આર્જવધર્મની જેવી ઉત્કૃષ્ટ દશા એમને ધ્યાન-કાળમાં હોય છે તેવી ઉત્કૃષ્ટ દશા બોલતી વેળા અથવા કાર્ય કરતી વેળા હોતી નથી.
બોલતી વખતે અને અન્ય કાર્ય કરતી વખતે પણ જે આર્જવધર્મ એમને વિદ્યમાન છે તે બોલવા–કરવાની ક્રિયાને કારણે નહીં, પરંતુ તે સમયે આત્મામાં વિદ્યમાન સરળતાના કારણે છે.
નિષ્કર્ષરૂપે કહી શકાય કે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સમ્યક અને એકરૂપ પરિણમન જ આત્માની એકરૂપતા છે, તે જ વીતરાગી સરળતા છે