________________
ઉત્તમઆર્જવ) *
४७ ઓકી કાઢવી શરૂ કરશો અને એને કાર્યરૂપમાં પરિણત કરવાની કોશિશ કરશો તો શકય છે કે લોકો આપને માનસિક ચિકિત્સાલયમાં મોકલી આપવાનો પ્રયત્ન કરશે.
આમ તો દરેક વ્યકિત મનમાં આવેલા ખોટા ભાવોને રોકવાનો પ્રયત્ન કરે જ છે. તે ઈચ્છે છે કે વાણીમાં ખોટા ભાવ પ્રગટ જ ન થાય. પરંતુ કોઈ કોઈ વાર જયારે મન ભરાઈ જાય છે ત્યારે તે ભાવ મનમાં સમાતો નથી, એટલે વાણી દ્વારા પ્રગટ થઈ જાય છે. એક વાત આ પણ છે કે જયારે કોઈ ભાવ નિરંતર મનમાં રહ્યા કરે છે તો પછી તે વાણીમાં પ્રગટ થાય છે જ. મન નિરંતર અપવિત્ર રહ્યા કરે તો આખરે આપણે એને વાણીમાં પ્રગટ થતાં અને જીવનમાં ઊતરતાં કયાં સુધી રોકી શકીશું? અને એને સંપૂર્ણપણે રોકવું સંભવિત પણ નથી. * જે જયાંથી આવે છે ત્યાંની વાતો એના મનમાં ઘેરાએલી રહે છે, તેથી તેઓ સહજ જ ત્યાંની ચર્ચા કરે છે. જો કોઈ વ્યકિત હમણાં-હમણાં જ અમેરિકા થી આવેલ હોય તો તે વાત–વાતમાં અમેરિકાની ચર્ચા કરશે. ભોજન કરવા બેસે તો પૂછયા વિના જ બતાવશે કે અમેરિકામાં આ પ્રમાણે ભોજન લે છે, ચાલશે તો કહેશે કે અમેરિકામાં આ પ્રમાણે ચાલે છે, કાંઈ બજારમાંથી ખરીદશે તો કહેશે કે અમેરિકામાં તો આ વસ્તુ અમુક ભાવે મળે છે, ઈત્યાદિ.
એ જ પ્રમાણે આત્મામાં સદા વિચરણ કરવાવાળા મુનિરાજ અને જ્ઞાની પુરૂષ હંમેશા આત્માની જ વાત કરે છે અને વિષય-કષાયમાં વિચરણ કરનાર મોહી જનો વિષય-કષાયની જ ચર્ચા કરે છે.
તેથી, મનમેં હોય સો વચન ઉચરિયે, વચન હોય તો તને સાંકરિયે” નો આશય મનમાં જે આવે તે બકી નાખવું અને જે મોમાથી નીકળી ગયું તે જ કરી નાખવું એમ નથી; પરંતુ એમ છે કે મનુષ્ય-જીવનમાં જે કરવા યોગ્ય છે તેને આપણે વચન દ્વારા કહીએ અને જે કરવા યોગ્ય તેમ જ કહેવા યોગ્ય છે માત્ર એના જ વિચારો આપણા મનમાં આવે, અન્ય કુવિચાર નહીં.
આ વાત તો ઠીક, પરંતુ મૂળ પ્રશ્ન તો એ છે કે માયાચાર છોડવા માટે, મન-વચન-કાયની વિરૂપતા, કટિલતા, વક્રતાથી બચવા માટે તથા આર્જવધર્મ પ્રગટ કરવા માટે – એટલે કે મનની વાત વાણીમાં લાવવાથી ફૂલોની વર્ષા હોય અને જીવનમાં ઉતરવાથી જગા નિહાલ થઈ જાય, – એવું