________________
૪૬.
' ધર્મનાં દશ લક્ષણ) તત્વાર્થસૂત્રમાં ઉત્તમક્ષમા, માર્દવ, આર્જવ ઈત્યાદિ દશ ધર્મોની ચર્ચા ગુપ્તિ, સમિતિ, અનુપ્રેક્ષા ને પરિષહજયની સાથે કરવામાં આવી છે – એ બધી મુનિધર્મ સાથે સંબંધ રાખે છે. તેથી આર્જવધર્મની ચર્ચા પણ તે મુનિરાજોના સંદર્ભમાં જ થયેલી છે જેમનાં મનવચન-કાયની દશા નીચે દર્શાવ્યા પ્રમાણે થઈ રહેલી હોય છે –
દિન રાત આત્મા કા ચિન્તન, મૃદુસંભાષણ મેં વહી કથના - નિર્વસ્ત્ર દિગંબર કાયા સે ભી, પ્રગટ હો રહા અન્તર્મનો
તેઓ દિન-રાત આત્માનું જ ચિત્તન-મનન-અનુભવન કરતા રહે છે, તેથી એમની વાણીમાં પણ એની જ ચર્ચા નીકળતી હોય છે અને ચર્ચા કરતાં-કરતાં તેઓ આત્માનુભવનમાં સમાઈ જાય છે. એમના મનમાં અશુભ ભાવ આવતા જ નથી.
આપણી સ્થિતિ એમનાથી જુદી છે. તેથી આપણે આપણી કક્ષાથી વિચાર કરવો જરૂરી છે. મનમાં હોવા છતાં પણ આપણે જીવનમાં ઘણાં પાપોથી એટલા માટે બચવા પામીએ છીએ કે સમાજ તેવાં કાર્યોને બૂરાં માને છે, સરકાર એવા કાર્યો કરતાં રોકે છે. કોઈ કોઈ વાર આપણો વિવેક પણ આપણને એ કાર્યોમાં પ્રવૃત્ત થતાં અટકાવે છે. વાણી પણ આપણે ઉપરોકત કારણોને લીધે પૂરતી સંયમિત રાખીએ છીએ.
આ જ કારણને લીધે જગતમાં કાયિક જીવનમાં એટલી વિકૃતિ નથી જેટલી માનવ-માનવના મનમાં છે, “મન મેં હોય તો વચન ઉચરિયે, વચન હોય સો તન સો કરિયે નો ઉપદેશ મનની વિકૃતિઓને બહાર લાવવા માટે નહીં, પરંતુ એનો નાશ કરી મનને પવિત્ર બનાવવા માટે છે.
અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે કે જો એમ વાત છે તો પછી આપ એમ કેમ કહો છો કે – “મનમેં હોય તો મનમેં રખિયે.” એનું પણ કારણ છે, અને તે એ છે કે મનને એટલું પવિત્ર બનાવી લેવું એ એટલું સહેલું નથી કે અહીં અમે કહ્યું અને તરત તમે બનાવી લીધું. તે તો થતાં થતાં જ થશે. તેથી જયાં લગી મન સંપૂર્ણપણે પવિત્ર ન બને ત્યાં લગી એમાં દુર્ભાવ ઉત્પન્ન થતા જ રહે છે. ત્યાં સુધી અમારી ઉપરોકત સલાહ પ્રમાણે ચાલવું માત્ર યોગ્ય જ છે એટલું જ નહીં, આવશ્યક પણ છે; અન્યથા આપનું જીવન સ્વાભાવિક પણ રહી શકશે નહીં.
જો મનને પવિત્ર બનાવ્યા વિના જ આપ મનની વાતો વાણી દ્વારા