________________
૪૫
ઉત્તમઆર્જવ). તો જગત નિહાલ થઈ જાય; એમના માટે નથી કે જેમનું મન પાપોથી ભરેલું હોય, જેના મનમાં નિરંતર ખોટા ભાવો જ આવ્યા કરતા હોય; હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહનું જ ચિંતન જેમને સદા રહેતું હોય. જો તેઓ પણ આ વાત અપનાવી લ્ય તો મનની જેમ, તેમની વાણી પણ અપવિત્ર થઈ જશે. અને તેમનું જીવન ઘોર પાપમય બની જશે.
મનમેં હોય તો વચન ઉચરિયે નો આશય માત્ર આટલો જ છે કે મનને એટલું પવિત્ર બનાવો કે એમાં કોઈ દુર્ભાવ પેદા થાય જ નહી. - જેમના હૃદયમાં નિરંતર અપવિત્ર ભાવ જ આવ્યા કરે છે તેમના માટે તો આ જ ઠીક છે કે –
મનમે હોય તો મનમેં રખિયે, વચન હોય તનસો ન કરિયે.” કેમ?
કેમકે આજે લોકોના મન એટલાં બધાં અપવિત્ર થઈ ગયાં છે, કે એમના મનમાં એટલી હિંસા સમાઈ ગઈ છે કે જો એ વાણીરૂપે પ્રગટ થાય તો જગતમાં ભારે કોલાહલ મચી જાય અને કદાચિત્ જો એ જીવનમાં ઊતરી આવે તો પ્રલય થતાં વાર ન લાગે. એ જ પ્રમાણે મન એટલું વાસનામય અને વિકૃત થઈ ગયું છે કે જો મનમાં સ્થિત વિકાર વાણી અને કાયા દ્વારા પ્રસ્ફટ થાય તો કોઈપણ મા–બહેનની ઈજત સુરક્ષિત ન રહે. તેથી એ જ બરાબર છે કે જે પાપ મનમાં ઉદ્ભવે તેને મનસુધી જ સીમિત રહેવા દો, વાણીમાં ન લાવો; અને જે વાણીમાં આવે તેને ક્રિયાન્વિત ન કરો.
જરા વિચાર તો કરો કે ગુસ્સામાં કદાચિતું મારા મોંમાથી એમ ની કળી જાય.કે હું તને જાનથી મારી નાખીશ' તો હું મારી વાતને કાર્યરૂપે પણ પરિણત કરું એ શું ઉચિત ગણાશે? નહી, કદાપિ નહીં; બલ્બ આવશ્યક તો એ છે કે મારે એ વિચારને પણ તત્કાલ છોડી દેવો જોઈએ.
તેથી એ જ યોગ્ય છે કે મનવચન-કાયની એકરૂપતા સદ્ભાવમાં જે હોય, બૂરા ભાવમાં નહીં. મન-વચન-કાયની એકરૂપતા લાવવા માટે આપણે મનને એટલું પવિત્ર બનાવવું જોઈશે કે એમાં કોઈ ખોટો ભાવ કદી ઉત્પન્ન જ ન થાય, અન્યથા એમની એકરૂપતા રાખવી ન તો સંભવિત બનશે, ન હિતકર પણ.