________________
ઉત્તમ આર્કિંચન્ય)
૧૪૭ તો શું નગ્ન દિગંબર મુનિરાજને મોટરકારમાં બેસવામાં કોઈ આપત્તિ નહીં હોય ? જોં સમાજવાદ જ અપરિગ્રહ હોય તો પછી મુનિરાજને પણ મોટર–કાર રાખવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. અથવા રેલ, મોટર, બસ ઈત્યાદિ જે વાહન જનસાધારણને આજે પણ ઉપલબ્ધ છે એમાં પણ અપરિગ્રહી મનિરાજ કેમ બેસતા નથી? એથી એ સ્પષ્ટ છે કે સમાજવાદથી અપરિગ્રહનો દ્રષ્ટિકોણ તદ્દન ભિન્ન છે. - અપરિગ્રહનું ઉત્કૃષ્ટ રૂપ નગ્ન દિગંબર દશા છે, કે જે સમાજવાદનો કદી પણ આદર્શ હોઈ શકે નહીં. સમાજવાદની સમસ્યા ભોગસામગ્રીના સમાન વિતરણની છે, અને અપરિગ્રહનો અંતિમ ઉદ્દેશ્ય ભોગસામગ્રી અને ભોગના ભાવનો પણ સંપૂર્ણ ત્યાગ છે. ' અહીં સમાજવાદના વિરોધ કે સમર્થનની વાત કહેવામાં આવી રહી નથી, પરંતુ અપરિગ્રહ અને સમાજવાદના દ્રષ્ટિકોણમાં મૂળભૂત ફરક શું છે – એ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે.
સમાજવાદમાં ક્રોધાદિરૂપ અંતરંગ પરિગ્રહ અને ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહના સંપૂર્ણ ત્યાગ માટે કોઈ સ્થાન નથી, જયારે અપરિગ્રહમાં આ બને વાતો જ મુખ્ય છે. તેથી એ નિશ્ચિતપણે કહી શકાય કે સમાજવાદને જ અપરિગ્રહ કહેવાવાળા સમાજવાદનું સાચું સ્વરૂપ સમજતા હોય કે નહીં, પરંતુ અપરિગ્રહનું યર્થાથ સ્વરૂપ તો એમની દ્રષ્ટિમાં અવશ્યમેવ નથી.
પરિગ્રહ સૌથી મોટું પાપ છે જે પહેલાં પણ સિદ્ધ કરવામાં આવી ગયું છે; તોપણ જગતમાં જે કોઈની પાસે અધિક બાહ્ય પરિગ્રહ જોવામાં આવે છે અને પુણ્યાત્મા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કોઈ–કોઈ સ્થળે એને પુણ્યાત્મા કહ્યો છે. અને આખી દુનિયા એને ભાગ્યશાળી તો કહે જ છે. . . - હિંસકને કોઈ પુણ્યાત્મા નથી કહેતું, અસત્યવાદી અને ચોરને પણ પાપી જ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે વ્યભિચારી પણ જગતની દૃષ્ટિમાં પાપીજ ગણવામાં આવે છે. જો આ ચારેય પાપોના કરનારાઓને પાપી માનવામાં આવે છે. તો કોણ જાણે પરિગ્રહીને પુણ્યાત્મા, ભાગ્યશાળી કેમ કહેવામાં આવે છે? કોઈ લોકો તો એને ધર્માત્મા સુદ્ધાં કહી દે છે. ધર્માત્મા જ નહીં, બીજું ઘણું-ઘણું કહે છે. એટલે તો ભતૃહરિને લખવું પડયું –