________________
૧૪૮
ધર્મનાં દશ લક્ષણ) यस्यास्ति वित्तं स नरः कुलीनः,
स पण्डितः स श्रुतवान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः, | સર્વે ગુણ વાગ્યમાશક્તિ ll૪૧TI
જેની પાસે ધન છે એ જ કુલીન (ઉત્તમ કુળમાં ઉત્પન્ન) છે, એ જ વિદ્વાન છે, એ જ શાસ્ત્રજ્ઞ છે, એ જ ગુણોને જાણવાવાળો છે, એ જ વકતા છે, અને એ જ દર્શનીય પણ છે, કેમકે સર્વ ગુણો સુવર્ણ (ધન) માં જ સમાઈ જાય છે.
તો શું પરિગ્રહીને પુણ્યાત્મા અકારણ કહેવામાં આવે છે? ઉપરથી તો એમ જ લાગે છે, પરંતુ ઊંડાણથી વિચાર કરતાં પ્રતીત થાય છે કે એને પણ કારણ છે અને તે એ છે કે હિંસાદિપાપો-કારણ, સ્વરૂપ અને ફળ-એમ ત્રણેય રૂપે પાપસ્વરૂપ જ છે; કેમકે એમનું કારણ પણ પાપભાવ છે, તેઓ પાપભાવસ્વરૂપ તો છે જ, તથા એમનું ફળ પણ પાપનો બંધ જ છે. પરંતુ પરિગ્રહમાં વિશેષ કરીને બાહ્ય પરિગ્રહના દ્રષ્ટિકોણથી જોતાં એમાં અંતર પડી જાય છે. બાહ્મવિભૂતિરૂપ પરિગ્રહનું કારણ પુણ્યોદય છે, પણ છે તો તે પાપસ્વરૂપ જ, તેમ છતાં જો એને ભોગમાં લગાવવામાં આવે તો પાપબંધનું કારણ બને છે, પરંતુ શુભભાવપૂર્વક શુભકાર્યમાં વાપરવામાં આવે તો પુણ્યબંધનું કારણ બની જાય છે. કહ્યું પણ છે :
બહુ ધન ખુરા હુ ભલા કહિએ લીન પર ઉપગાર સોં.''
આ પ્રમાણે બાહ્ય પરિગ્રહનું કારણ પુણ્ય, સ્વરૂપ પાપ, અને ફળ અશુભમાં લાગતાં પાપ અને શુભમાં લાગતાં પુણ્ય છે.
અહીં કોઈ એમ કહે કે જો એમ વાત છે તો પરિગ્રહને પાપ કહ્યું જ શા માટે ?
તે ભલે પુણ્યોદયથી પ્રાપ્ત થતો હોય, પણ છે તો પાપ જ. એ એક એવું વૃક્ષ છે જેમાં બીજ પડયું પુણ્યનું, વૃક્ષ ઊગ્યું પાપનું અને ફળ લાગ્યાં એવાં કે ખાય તો મરે અર્થાત્ પાપ બાંધે અને ત્યાગે તો જીવે અર્થાત્ પુણ્ય બાંધે. આ વિચિત્રતા એના સ્વભાવમાં જ પડી છે. આ કારણે જ સૌથી મોટું પાપ હોવા છતાં પણ જગતમાં પરિગ્રહીને પુણ્યાત્મા કહી દેવામાં આવે છે.
-
૧. નીતિશતક છંદ ૪૧.