________________
૧૪૬
ધર્મનાં દશ લક્ષણ) જો કે બાહ્ય વિભૂતિ અને એ રાખવાનો ભાવ જૈનત્વમાં બાધક નથી, તોપણ સંચમાત્ર પણ પરિગ્રહ રાખવાવાળાને મુકિત પ્રાપ્ત થતી નથી. તેથી મુકિતના અભિલાષીએ તો સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ.
અપરિગ્રહની તુલના સમાજવાદ સાથે પણ કરવામાં આવે છે. કેટલાક લોકો તો એ બન્નેને એક જ કહેવા લાગ્યા છે. પરંતુ બન્નેમાં મૂળભૂત ફરક એ છે કે સમાજવાદનો સંબંધ માત્ર બાહ્ય વસ્તુઓ સાથે છે, એમના સમાન વિતરણ સાથે છે જયારે અપરિગ્રહમાં કષાયોનો ત્યાગ મુખ્ય છે. જો બાહ્ય પરિગ્રહ સાથે પણ સમાજવાદની તુલના કરીએ તોપણ બન્નેના દૃષ્ટિકોણમાં અંતર સ્પષ્ટ જણાઈ આવે છે.
સમાજવાદના દૃષ્ટિકોણ અનુસાર જો ભોગસામગ્રીની અછત ન હોત અને સૌને યથેચ્છ સુલભ હોય તો પછી એના ત્યાગનું કે મર્યાદિત ઉપયોગનું કાંઈ પ્રયોજન નથી; પરંતુ અપરિગ્રહના દ્રષ્ટિકોણ પ્રમાણે આમ નથી; ભલે સૌને અસીમ ભોગ પ્રાપ્ત હોય તો પણ આપણે આપણી ઈચ્છાઓનું નિયમન કરવું જ જોઈએ. •
અનાજની અછતના કારણે એક દિવસ ભોજન ન કરવું એ જુદી વાત છે અને કોઈપણ પ્રકારની અછત ન હોય તોપણ ભોજનનો ત્યાગ કરવો એ જુદી વાત છે.
સમાજવાદી દ્રષ્ટિકોણ પૂર્ણતઃ આર્થિક છે, જયારે અપરિગ્રહની દૃષ્ટિ સંપૂર્ણ આધ્યાત્મિક છે. જો સૌની પાસે મોટર–કાર હોય અને તમે પણ રાખો તો સમાજવાદને કોઈ વાંધો નથી, પરંતુ અપરિગ્રહતો કહે છે કે તમારે બીજાથી શું લેવા-દેવા? તમે તો તમારી પોતાની ઈચ્છાઓને ત્યાગો વા મર્યાદિત કરો.
સમાજવાદી–દ્રષ્ટિકોણમાં પરિગ્રહને પરિમિત કરવાની વાત તો કાંઈક બેસે પણ ખરી, પરંતુ પરિગ્રહ-ત્યાગની વાત કેવી રીતે બેસે? શું કોઈ સમાજવાદી એમ પણ ઈચ્છે છે કે સંપૂર્ણ પરિગ્રહ ત્યાગવામાં આવે અને સૌ કોઈ નગ્ન દિગંબર થઈ જાય? નહી, કદી નહી, પરંતુ અપરિગ્રહ તો પૂર્ણ ત્યાગનું જ નામ છે, પરિમિત પરિગ્રહ રાખવાને પરિગ્રહ–પરિમાણ કહેવામાં આવે છે, અપરિગ્રહ નહીં.
અહીં જે આર્કિંચન્યધર્મરૂપ અપરિગ્રહની વાત ચાલી રહી છે, એ તો નગ્ન દિગંબર મુવિનરોને જ હોય છે. જો સૌની પાસે મોટરકાર થઈ જાય