________________
૧૦૩
ઉત્તમ તપ)
વિવિકતશય્યાસન તથા આત્મસાધનના તેમ જ આત્મ-આરાધનામાં થનારા શારીરિક કષ્ટોની પરવા ન કરવી એ કાયકલેશ તપ છે. આમાં ધ્યાનમાં રાખવાની વાત આ છે કે શરીરને દુઃખ-પીડા આપવાં એ તપ નથી, પરંતુ કાયકલેશને કારણે આત્મઆરાધનામાં શિથિલ ન થવું એ મુખ્ય વાત છે.
ઈચ્છાઓનો નિરોધ થઈ વીતરાગભાવની વૃદ્ધિ થવી એ તપનું મૂળ પ્રયોજન છે. કોઈ પણ તપ જયાં લગી આ પ્રયોજનની સિદ્ધિ કરે ત્યાં લગી જ એ તપ છે.
આ તો સામાન્યપણે બાહ્ય તપોની સંક્ષિપ્ત ચર્ચા થઈ. એમાં પ્રત્યેક અલગ-અલગ વિસ્તૃત વિવેચનની અપેક્ષા રાખે છે, પરંતુ એ માટે અહીં અવકાશ નથી. હવે સંક્ષેપમાં કેટલાક અંતરંગ તપો પર વિચાર કરીએ.
જે અંતરંગ તપોના સંબંધના બહુ ભ્રમયુકત ધારણાઓ પ્રચલિત છે એમાં વિનયતપ પણ એક‘છે..
જયારે પણ વિનયતપની ચર્ચા ચાલે છે ત્યારે—ત્યારે વર્તમાનમાં પ્રચલિત અનુશાસનહીનતાનો દોષ–વાંક કાઢવામાં આવે છે. નવી પેઢીની વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવે છે. એમને ઉપદેશ દેતાં ઠપકો આપવામાં આવે છે કે આજનાં છોકરાંઓમાં વિનય તો રહ્યો જ નથી. એ લોકો અધ્યાપકના પગે પડે છે, ન માતા–પિતાના, ઈત્યાદિ ઘણું ઘણું કહેવામાં આવે છે.
ન
હું એમ નથી કહેતો કે માતા–પિતાનો વિનય ન કરવો જોઈએ. માતા–પ્રિતા આદિ ગુરૂજનોનો યથાયોગ્ય વિનય તો કરવો જ જોઈએ. મારું કહેવું.તો આ છે કે માતા–પિતાનો વિનય એ વિનયતપ નથી, કેમકે તપ મુનિઓને હોય છે અને મુનિ બન્યા પહેલાં જ માતા–પિતાનો ત્યાગ થઈ જાય છે.. .
માતા–પિતા વગેરેનો વિનય એ લૌકિક વિનય છે, અને વિનયતપમાં અલૌકિક અર્થાત્ ધાર્મિક—આધ્યાત્મિક વિનયની વાત આવે છે.
વિનયતપ ગમે ત્યાં મસ્તક નમાવી દેવાવાળા તથાકથિત દીન
ગૃહસ્થોને નહીં, પણ પંચપરમેષ્ઠી સિવાય કોઈને પણ નહીં નમવાવાળા મુનિરાજોને હોય છે.
વિચાર્યા વિના જયાં ત્યાં નમવાનું નામ વિનયતપ નથી, પણ વિનય–મિથ્યાત્વ છે. વિનય સ્વયં જ અત્યંત મહાન આત્મિક દશા છે.