________________
૧૦૪
ધર્મનાં દશ લક્ષણ) યથાર્થ સ્થાન પર હોતાં જયાં એ તપનું રૂપ ધારણ કરી લે છે, તો વિપરીત સ્થાને કરવામાં આવેલો વિનય અનંત સંસારનું કારણ બને છે.
વિનય સૌથી મોટો ધર્મ, સૌથી મોટું પુણ્ય, અને સૌથી મોટું પાપ પણ છે. વિનય ત૫ સ્વરૂપે સૌથી મોટો ધર્મ છે; સોળકારણ ભાવનાઓમાં વિનયસંપન્નતાના સ્વરૂપે, તીર્થંકર પ્રકૃતિના બંધનું કારણ હોવાથી, સૌથી મોટું પુણ્ય છે; અને વિનયમિથ્યાત્વના સ્વરૂપે અનંત સંસારનું કારણ હોવાથી સૌથી મોટું પાપ છે.
વિનયના પ્રયોગમાં અત્યંત સાવધાની આવશ્યક છે. કયાંય એમ ન બને કે જેને આપ વિનયતપ સમજીને કરી રહ્યા હો એ વિનયમિથ્યાત્વ હોય. એ ધ્યાન રાખવું જોઈએ કે વિનયતપ કે વિનયસંપન્નતા ભાવનાના નામે આપ વિનયમિથ્યાત્વનું પોષણ કરી અનંત સંસાર તો વધારી રહ્યા નથી ને ? *
| વિનયનો જો સાચા સ્થાન પર પ્રયોગ થાય તો ત૫ હોવાથી કર્મનો નાશ કરશે, પરંતુ મિથ્યા સ્થાન પર પ્રયુકત વિનય મિથ્યાત્વ હોવાથી ધર્મનો જ નાશ કરે છે. આ એક એવી તલવાર છે કે જે ચલાવવામાં આવે છે તો પોતાના માથા ઉપર, પણ છેદે છે શત્રુઓના માથાને; પણ સાચો પ્રયોગ થાય તો. જો ખોટો પ્રયોગ થયો તો પોતાનું માથું પણ છેદી શકે છે. તેથી એનો પ્રયોગ અત્યંત સાવધાની પૂર્વક કરવો જોઈએ.
આપણું માથું એ કાંઈ સહેલું નાળિયેર નથી જે મનફાવે ત્યા ફોડવામાં આવે. કયાં ઝુકવું અને કયાં ન ઝુકવું – એનો પણ જેને વિવેક નથી તે સાચા સ્થાને મૂકીને પણ લાભ મેળવી શકતો નથી, કેમકે વિવેકપૂર્વક કરવામાં આવેલું આચરણ જ સફળ હોય છે. આચાર્ય સમતભદ્ર પરીક્ષા કર્યા વિના આપ્તને પણ નમસ્કાર ન કર્યા.
જેણે પોતાના માથાની કિંમત ન કરી એની જગતમાં કોણ કિંમત કરે? નમવું, જુઠી પ્રશંસા કરવી એ આજે વ્યવહાર બની ગયો છે. હું બીજાઓનો વિનય કે પ્રશંસા કરું તો બીજા મારો વિનય અને પ્રશંસા કરશે – આવા લોભથી નમવાવાળા અને પ્રશંસા કરવાવાળાઓની શું કિંમત છે? અરે ભાઈ! જગત પાસે શું પ્રશંસા યાચવી? ભગવાનની વાણીમાં જેના માટે “ભવ્ય' શબ્દ પણ નીકળી ગયો તે ધન્ય છે, આથી મોટી પ્રશંસા બીજી શું હોય?