________________
૧૦૫
ઉત્તમ ત૫) :
શું કહ્યું એની કિંમત નથી; કોણે કહ્યું – એની કિંમત છે. ભગવાને જો “ભવ્ય કહ્યો તો એનાથી મહાને અભિનંદન બીજું શું હોય? ભગવાનની વાણીમાં ‘ભવ્ય' એમ આવ્યું તો મોક્ષ પ્રાપ્ત થવાનું નિશ્ચિત થઈ ગયું. પરંતુ આ મૂર્ણ જગત કદાચિત્ “ભગવાન” પણ કહી દે તો એની શું કિંમત ? સ્વભાવથી તો સૌ ભગવાન છે, પરંતુ જે પર્યાયથી પણ વર્તમાનમાં આપણને ભગવાન કહે છે એણે આપણને ભગવાન નથી બનાવ્યા પણ પોતાની મૂર્ખતા પ્રગટ કરી છે.
વિનય ખૂબ ઊંચી વસ્તુ છે, એને આટલી નીચી કક્ષા સુધી નહીં લાવવી જોઈએ. ભાઈ સાહેબ! વિનય તો એ તપ છે જે વડે નિર્જરા અને મોક્ષ થાય છે, તે શું ખુશામતથી થઈ શકે નહીં, કદાપિ નહીં. - જો માત્ર ચરણોમાં ઝુકવું અને નમસ્તે કરવું – એનું નામ વિનયતપ હોય તો પછી દેવતાઓ એના માટે શું કામ તલસે? એમને કોઈની સામે નમવામાં શું હરકત હોય? તો પછી શાસ્ત્રકાર એમ કેમ ફરમાવે છે કે એમને તપ નથી?
મા–બાપની સામે ઝૂકવાનું નામ તો વિનયતપ છે જ નહીં, પરંતુ સાચા દેવ–શાસ્ત્ર–ગુરુની સામે ઝૂકવાનું નામ પણ નિશ્ચયથી વિનયતપ નથી – ઉપચારવિનય છે. •
વિનયતપ ચાર પ્રકારનું હોય છે :
(૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય.
* ઉપચારવિનય કેટલાક લોકો માતા-પિતા આદિ લૌકિકજનોના વિનયને ગણે છે પરંતુ એ બરાબર નથી.
જ્ઞાનવિનય એ નિશ્ચયવિનય છે અને જ્ઞાનીનો વિનય ઉપચારવિનય છે; દર્શનવિનય નિશ્ચયવિનય છે અને સમ્યદ્રષ્ટિનો વિનય ઉપચારવિનય છે; ચારિત્રનો વિનય નિશ્ચયવિનય છે અને ચારિત્રવંતોનો વિનય ઉપચારવિનય છે. આ પ્રમાણે દર્શન–જ્ઞાન–ચારિત્રનો વિનય નિશ્ચયવિનય અને એમના ધારક દેવગુરુઓનો વિનય ઉપચારવિનય છે. - વિનયતપ તપધર્મનો ભેદ છે, તેથી એનો ઉપચાર પણ ધર્માત્માઓમાં જ કરી શકાય છે; લૌકિકજનોમાં નહીં.