________________
૧૦૬
ધર્મનાં દશ લક્ષણ) કોઈના ચરણોમાં માત્ર માથું નમાવી દેવાનું નામ વિનયતપ નથી. બહારથી તો માયાચારી જેટલો નમે છે – સંભવ છે કે સાચો વિનયવાન તેટલો નમતો ન પણ દેખાય. અહીં બાહ્ય વિનયની વાત નથી, અંતરંગ બહુમાનની વાત છે. વિનય અંતરંગ તપ છે. બહારથી નમવાવાળાઓની છવી પાડી શકાય છે, અંતરંગવાળાઓની નહીં. જ્ઞાન-દર્શન–ચારિત્ર પ્રત્યે અંતરંગમાં અનંત બહુમાનનો ભાવ અને તેની પૂર્ણતા પ્રાપ્ત કરવાના ભાવનું નામ વિનયતપ છે.
બહારથી નમવારૂપ વિનય તો કોઈ કોઈ વાર જ જોઈ શકાય છે, પરંતુ અંતરંગ બહુમાનનો ભાવ તો હંમેશા રહે છે. તેથી જ્ઞાન-દર્શન–ચારિત્ર પ્રતિ અત્યંત મહિમાવંત મુનિરાજોને વિનયતપ હંમેશા જ રહે છે. .
વૈયાવૃત્ય તપ સંબંધમાં પણ જગતમાં ઓછી ભ્રાન્ત ધારણાઓ નથી. તપસ્વી સાધુઓની સેવા કરવી, પગ દબાવવા ઈત્યાદિને જ વૈયાવૃત્ય સમજવામાં આવે છે.
અહીં એક પ્રશ્ન સંભવિત છે કે વૈયાવૃત્તિ કરવી એ તપ છે કે કરાવવી – અર્થાત્ અન્યના પગ દાબવા એ તપ છે કે અન્ય દ્વારા પગ દબાવવા એ તપ છે? જો પગ દાબવા એ તપ હોય તો પછી પગ દાબવાવાળા ગૃહસ્થને તપ થયું, દબાવવાવાળો મુનિરાજોને નહીં; જયારે તપસ્વી તો મુનિરાજોને કહેવામાં આવે છે. આ બાર તપ છે પણ મુખ્યપણે મુનિરાજોને જ.
જો આપ એમ કહ્યો કે પગ દબાવવા એ તપ છે તો પછી આવા તપનો કોને સ્વીકાર નહોય? બીજા આપણી સેવા કરે અને સેવા કરાવવાથી આપણે તપસ્વી બની જઈએ, આથી સારું બીજાં શું હોય?
વગર વિચાર્યે આપણે બધા પગ દબાવતા આવ્યા છીએ અને માનતા આવ્યા છીએ કે આપણે વૈયાવૃત્તિ કરી રહ્યા છીએ, એનું ફળ આપણને અવશ્ય મળશે. સાથે સાથે એમ પણ માનતા આવ્યા છીએ કે વૈયાવૃત્યતા મુનિઓને હોય છે.
વૈયાવૃત્તિનો અર્થ સેવા થાય છે – તે બરાબર છે. પરંતુ સેવાનો અર્થ પગ દબાવવા એમ આપણે કરી લીધો છે. વૈયાવૃત્તિમાં પગ પણ દબાવવામાં આવે છે, પરંતુ પગ દબાવવા એ જ માત્ર વૈયાવૃત્તિ નથી. સેવા સ્વ અને પર બનેની હોય છે. વાસ્તવિક સેવા તો સ્વ અને પરને આત્મહિતમાં લગાવવામાં છે. આત્મહિત એકમાત્ર શુદ્ધોપયોગરૂપ દશામાં છે.