________________
ધર્મનાં દશ લક્ષણ)
માન એક મીઠું ઝેર છે, જે મળે ત્યારે સારૂં લાગે છે, પણ છે ખૂબ દુઃખદાયક. દુઃખદાયક શું ? દુઃખરૂપ જ છે, કેમકે છે તો આખરે કષાય જ.. જો કે માન પણ ક્રોધની જેમ જ આત્માનું અહિત કરવાવાળો વિકાર છે, તથાપિ બહારમાં ક્રોધના જેવો સર્વવિનાશક નથી. જેના પર આપણને ક્રોધ આવે છે આપણે એનો નાશ કરી નાખવા ઈચ્છીએ છીએ, એને પૂરેપૂરો બરબાદ કરી દેવા ઈચ્છીએ છીએ; પરંતુ જેના લક્ષ્ય આપણને માન ઉપજે છે એનો નાશ કરવા ઈચ્છતા નથી, પરંતુ એને કાયમ રાખવા ઈચ્છીએ છીએ, પરંતુ આપણાથી નાના—નીચા રાખીને.
૨૬
ક્રોધી પુરૂષને વિરોધીની સત્તા જ સ્વીકૃત નથી હોતી, જયારે માનીને તો ભીડ જોઈએ, નીચે બેસવાવાળા જોઈએ, જેમનાથી તે કાંઈક ઊંચો દેખાઈ આવે. માનીને માનની પુષ્ટિ માટે એક સભા જોઈએ જેમાં બધા નીચે બેઠેલા હોય અને તે પોતે સૌથી ઊંચો. તેથી માની બીજાઓને પણ રાખવા ઈચ્છે છે પરંતુ પોતાનાથી કાંઈક નીચે, કેમકે માનની પ્રકૃતિ ઊંચા દેખાવાની છે અને ઊંચાઈ એ એક સાપેક્ષ સ્થિતિ છે. કોઈ નીચા હોય તો ઊંચાનો વ્યવહાર બને છે. ઊંચાઈ માટે નીચાઈ અને નીચાઈ માટે ઊઁચાઈ હોવા જોઈએ.
ક્રોધી ક્રોધનાં નિમિત્તોને દૂર કરવા ઈચ્છે છે, પરંતુ માની માનના નિમિત્તોને રાખવા ઈચ્છે છે. ક્રોધી કહે છે—ગોળીથી ઉડાવી દો, મારી નાખો; પરંતુ માની કહે છે—નહી; મારો નહી, પરંતુ જરા દબાવીને રાખો.
જાગીરદાર લોકો ગામમાં કોઈને પગે સોનાનાં ઘરેણાં પહેરવા દેતા નહીં, એમના મકાનથી ઊંચુ મકાન કોઈને બનાવવા દેતા નહી, કેમકે એમના મકાનથી બીજા કોઈનું મકાન મોટું બને તો એમનું માન ખંડિત થઈ જતું.
ક્રોધી વિયોગ ઈચ્છે છે, પણ માની સંયોગ. જો મને સભામાં ક્રોધ આવી જાય તો હું ઊઠીને ભાગી જઈશ અને જો મારૂં ચાલે તો સર્વને ભગાડી દઈશ. પણ જો માન આવે તો ભાગું નહી અને બધાને ભગાડું પણ નહી, પરંતુ નીચે બેસાડી હું સ્વયં ઉપર બેસવા ઈચ્છીશ. માનની પ્રકૃતિ ભગાડવાની નથી, દબાવીને રાખવાની, નીચે રાખવાની છે; જયારે ક્રોધની પ્રકૃતિ નષ્ટ કરવાની છે.
આ જ કારણને લીધે ક્રોધ નંબર એકનો કષાય છે અને માન નંબર
માનનાં અનેક રૂપો હોય છે. કેટલાંક રૂપ તો એવાં છે જેને ઘણા લોકો
બેનો.