________________
ઉત્તમ તપ)
૧૧૧ ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના પહેલાં અધિકારમાં વિસ્તાથી સ્પષ્ટ કર્યુ છે, જિજ્ઞાસુ પાઠક તત્સંબંધી જિજ્ઞાસા ત્યાંથી શાન્ત કરે.
સ્વાધ્યાય એક એવું તપ છે કે અન્ય તપોમાં જે લાભો છે તે તો એમાં છે જ, સાથે જ્ઞાનવૃદ્ધિનો પણ એક અમોધ ઉપાય છે. આમાં કોઈ વિશેષ મુશ્કેલી કે પ્રતિબંધ પણ નથી. જયારે ઈચ્છો ત્યારે કરો–દિવસે, રાત્રે,
સ્ત્રી-પુરુષ, બાળક–વૃદ્ધ–યુવક બધા જ કરે. એકવાર નિયમિત સ્વાધ્યાય કરીને તો જુઓ, એના અસીમ લાભથી આપ પોતે જ સારી રીતે પરિચિત થઈ જશો.
પ્રમાદ અને અજ્ઞાનથી લાગેલા દોષોની શુદ્ધિ માટે આત્મ–આલોચના, પ્રતિક્રમણાદિ દ્વારા પ્રાયશ્ચિત કરવું એ પ્રાયશ્ચિત તપ છે.
બાહ્યાભ્યતર પરિગ્રહના ત્યાગને વ્યત્સર્ગ તપ કહે છે. એની વિસ્તૃત ચર્ચા ત્યાગ અને આર્કિંચન્ય ધર્મમાં વિસ્તારથી કરવામાં આવશે જ.
હવે રહી વાત ધ્યાનની ધ્યાન એ તો સર્વોત્કૃષ્ટ તપ છે. ધ્યાનની અવસ્થામાં જ સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. અહીં ધ્યાનથી તાત્પર્ય આર્ત–રૌદ્ર ધ્યાનથી નથી, શુભભાવરૂપ ધર્મધ્યાનથી પણ નથી બલ્ક એ શુદ્ધોપયોગરૂપ ધ્યાનથી છે જે કર્મ–ઈધનને બાળવા માટે અગ્નિ સમાન છે, જેની પરિભાષા આચાર્ય ઉમાસ્વામીએ તત્વાર્થસૂત્રના નવમાં અધ્યાયમાં આ પ્રમાણે આપી છે –
'उत्तमसंहननस्यैकाग्रचिंतानिरोधो ध्यानमान्तर्मुहूर्तात३'॥२७॥
એમ તો દુકાનદાર ગ્રાહકનું દાકતર દર્દીનું, પતિ પત્નીનું, નિરંતર જ ધ્યાન ધરે છે. પરંતુ માત્ર ચિત્તનું એક લક્ષ પર જ એકાગ્ર થઈ જવું ધ્યાનતપ નથી, પરંત, “સ્વ” માં એકાગ્ર થવું ધ્યાનતપ છે. ભલે પરમાં એકાગ્ર થવું પણ ધ્યાન હોય, પરંતુ તે ધ્યાનતપ નથી. ધ્યાનતપ તો સમસ્ત પર” અને વિષય-વિકારોથી ચિત્તને સમેટી લઈ એક આત્મામાં સ્થિર થવું એ જ છે. જો શદ્ધોપયોગરૂપ ધ્યાનની દશા એક અન્તર્મુહૂર્ત પણ ટકી રહે તો કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે.
સઘળા તપોનો સાર ધ્યાનતપ છે, એની સિદ્ધિ માટે જ બાકીનું સઘળાં તપો છે.
આ પરમ પવિત્ર ધ્યાનતપને પામીને સર્વ આત્માઓ શીધ પરમાત્મા બનો – એ પવિત્ર ભાવના સાથે વિરામ લઉ છું.