________________
૧૧૦
ધર્મનાં દશ લક્ષણ), ચિન્તન તો આપણા જીવનમાંથી સમાપ્ત જ થઈ રહ્યું છે. પાઠ પણ કરવામાં આવે છે તો સમજયા વિના માત્ર રટી લેવામાં આવે છે, એ રટવું પણ સાચા રૂપે કયાં કરવામાં આવે છે.
ભકતામર અને તત્વાર્થસૂત્રનો નિત્ય પાઠ સાંભળવાવાળી ઘણીખરી માતા–બહેનોને એમાં પ્રતિપાદિત વિષયવસ્તુની વાત તો ઘણી દૂર, એમાં કેટલાં અધ્યાય છે – એટલી પણ ખબર નથી હોતી. કોઈ મહારાજ પાસેથી પ્રતિજ્ઞા લઈ લીધી છે કે- સૂત્રનો પાઠ સાંભળ્યા વિના ભોજન નહીં કરું - એટલે તે વહન કર્યું જાય છે.
ઉપદેશનો ક્રમ સૌથી અંતમાં આવે છે, પરંતુ આજે આપણે ઉપદેશક પહેલાં બનવા ઈચ્છીએ છીએ – વાંચન, પૃચ્છા, અનુપ્રેક્ષા અને આમ્નાય વિના જ ધર્મોપદેશ સાંભળનારા પણ આના પ્રતિ સાવધાન જણાતા નથી. ધર્મોપદેશના નામે કોઈ પણ એમને કાંઈ પણ સંભળાવી દે; એમને તો સાંભળવું છે એટલે સાંભળી લે છે. વકતા અને વકતવ્ય પ્રતિ એમને કાંઈ ધ્યાન જ રહેતું નથી. - હું એક વાત પૂછું છું કે જો આપને પેટનું ઓપરેશન કરાવવું હોય તો શું જાણ્યા વિના જ ગમે તેની પાસે કરાવી લેશો? ડૉકટરની બાબતમાં પૂરે–પૂરી તપાસ કરીએ છીએ. ડૉકટર પણ જે કામમાં નિપુણ ન હોય તે કામ કરવા માટે સહજ તૈયાર થતો નથી. ડૉકટર અને ઑપરેશનની વાત તો ખૂબ દૂર; જો આપણે ખમીસ સીવડાવવા ઇચ્છતા હોઈએ તો હોશિયાર દરજી શોધીએ છીએ, અને દરજી પણ જો ખમીસ સીવવાનું ન જાણતો હોય તો સીવવાનો ઈન્કાર કરી દે છે. પરંતુ એક ધર્મનું ક્ષેત્ર એવું ખુલ્યું છે કે જાણ્યા–સમજયા વિના ગમે તે વ્યકિત ઉપદેશ આપવા તૈયાર થઈ જાય છે, અને એને સાંભળવાવાળા પણ મળી જ જાય છે.
વસ્તુતઃ વાત એમ છે કે ધર્મોપદેશ દેવા અને સાંભળવાની વાતને આપણે ગંભીરપણે વિચારમાં જ લેતા નથી, એમજ હળવાશથી લઈએ છીએ. અને ભાઈ ! ધર્મોપદેશ પણ એક તપ છે, તે પણ અંતરંગ; એને આપ ખેલ સમજી રહ્યા છો. એની ગંભીરતા જાણો–પિછાનો, ઉપદેશ દેવા-લેવાની ગંભીરતા સમજો, એને મનોરંજન અને સમય વિતાવવાની વસ્તુ ન બનાવો. આ મારો વિનમ્ર અનુરોધ છે.
જિનવાણીના યોગ્ય વકતા તથા શ્રોતાઓનું સાચું સ્વરૂપ પંડિત પ્રવર