________________
ઉત્તમ ત્યાગ) હોય છે.
૧૧૩
‘તત્વાર્થરાજવાર્તિક’ માં અકલંકદેવ સચેતન અને અચેતન પરિગ્રહની નિવૃત્તિને ત્યાગ કહે છે.
ઉકત કથનોથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે ત્યાગશબ્દનિવૃત્તિ—સૂચક છે, ત્યાગમાં બાહ્ય અને આત્યંતર પરિગ્રહનો ત્યાગ થતો હોય છે, છતાં ત્યાગધર્મ માં નિજ શુદ્ધાત્માનું ગ્રહણ અર્થાત્ શુદ્ધોપયોગ અને શુદ્ધપરિણતિ પણ સમાવિષ્ટ છે.
એક વાત આ પણ સ્પષ્ટ થાય છે કે ત્યાગ પરદ્રવ્યોનો નહીં, પરંતુ પોતાના આત્મામાં પરદ્રવ્યો પ્રતિ થતા મોહ–રાગ–દ્વેષનો થાય છે. કેમકે પરદ્રવ્યો તો પૃથક્ જ છે, એમનું તો આજ સુધી ગ્રહણ જ થયું નથી; તેથી એમના ત્યાગનો પ્રશ્ન જ કયાં ઉદ્ભવે છે ? એમને આપણા પોતાના જાણ્યા છે, માન્યા છે, એમનાથી રાગ–દ્વેષ કર્યો છે; તેથી એમને પોતાના જાણવા, માનવા (દર્શનમોહ) અને એમના પ્રતિ રાગ–દ્વેષ કરવો (ચારિત્રમોહ) – એ છોડવાનું છે.
આ કારણેજ વાસ્તવિક ત્યાગ પરમાં નહીં, પણ પોતાનામાં–પોતાના જ્ઞાનમાં થાય છે. આજ ભાવ આચાર્ય કુન્દકુન્દ્રદેવે સમયસાર માં આ પ્રમાણે વ્યકત કર્યો છે:
सव्वे भावे जम्हा पच्चक्खाई परे त्ति णादूणं । तम्हा पंच्चक्खाणं गाणं णियमा मुणेयव्वं ।।३४।। પોતાનાથી ભિન્ન સમસ્ત પર પદાર્થોને‘આ પર છે’ એમ જાણીને જયારે ત્યાગી દેવામાં આવે છે ત્યારે તે પ્રત્યાખાન અર્થાત્ ત્યાગ કહેવામાં આવે છે. આથી એ સિદ્ધ થાય છે કે વસ્તુતઃ જ્ઞાન જ પ્રત્યાખાન અર્થાત્ ત્યાગ છે.
ત્યાગ શાન માંજ થાય છે અર્થાત્ પરને પર જાણી ને એનાથી મમત્વભાવને તોડવો એ જ ત્યાગ છે. આ વાત ને સમયસાર ગાથા પાંત્રીસની આત્મખ્યાતિ ટીકામાં આચાર્ય અમૃતચંદ્રે ઉદાહરણપૂર્વક આ પ્રમાણે સ્પષ્ટ કરી છે ઃ
૧. પરિપ્રશ્ય ચેતનાચેતનલક્ષળસ્ય નિવૃત્તિસ્ત્યાનઃ કૃતિ નિશ્ચિયતે। અધ્યાય ૯, સૂત્ર ૬.