________________
૧૧૪
, ધર્મનાં દશ લક્ષણ) “જેમ કોઈ પુરુષ ધોબીના ધરે થી ભ્રમથી બીજાનું વસ્ત્ર લાવી, તેને પોતાનું જાણી ઓઢી ને સૂતો છે અને પોતાની મેળે જ અજ્ઞાની (આ વસ્ત્ર પારકું છે એવા જ્ઞાન વિનાનો) થઈ રહ્યો છે, પરંતુ જયારે બીજો કોઈ તે વસ્ત્રો નો છેડો પકડીને ખેંચે છે અને એને નગ્ન (ઉઘાડો) કરીને કહે છે કે “તું શીધ જાગ, સાવધાન થા, આ મારું વસ્ત્ર બદલાવામાં આવી ગયું છે. તે મારું મને આપી દે.' ત્યારે વારંવાર કહેલું તે વાકય સાંભળતો તે (એ વસ્ત્રનાં) સર્વ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી ને, “જરૂર આ વસ્ત્ર પારકુંજ છે” એમ જાણીને, જ્ઞાની થયો થકો, તે (પર) વસ્ત્રને જર્દી ત્યાગી દે છે.
તેવી રીતે જ્ઞાતા પણ ભ્રમથી પર દ્રવ્યોના ભાવોને ગ્રહણ કરી, એને પોતાના જાણી, પોતામાં એકરૂપ કરી ને સૂતો છે અને પોતાની મેળે અજ્ઞાની થઈ રહ્યો છે; જયારે શ્રીગુરૂ પરભાવનો વિવેક (ભેદજ્ઞાન) કરી તેને એક આત્માભાવરૂપ કરે અને કહે કે તું શીધ જાગ, સાવધાન થા, આ તારો આત્મા ખરેખર એકજ્ઞાન માત્ર છે, ત્યારે વારંવાર કહેલું એ આગમનું વાકય સાંભળતો તે, સમસ્ત (સ્વ-પરના) ચિહ્નો થી સારી પેઠે પરીક્ષા કરીને, “જરૂર આ પરભાવોજ છે', એમ જાણીને, જ્ઞાની થયો થકો, સર્વ પરભાવોને તત્કાળ છોડી દે છે.'
ઉકત કથનથી આ વાત બરાબર સ્પષ્ટ થઈ જાય છે કે ત્યાગ પર પર જાણી ને કરવામાં આવે છે. દાન માં આ વાત નથી. દાન એ વસ્તુ નું દેવા માં આવે છે. જે પોતાની હોય; પર વસ્તનો ત્યાગ તો હોય શકે છે, દાન નહીં. બીજાની વસ્તુ ઉઠાવી ને કોઈ ને દઈ દેવી એ દાન નથી, ચોરી
આજ પ્રમાણે ત્યાગવસ્તુને નિરુપયોગી, અહિતકારી જાણીને કરવામાં આવે છે, જયારે દાન ઉપયોગી અને હિતકારી વસ્તુનો કરવામાં આવે છે.
ઉપકારની ભાવનાથી પોતાની ઉપયોગી વસ્તુ પાત્ર જીવને દઈ દેવી એ દાન છે. દાનની પરિભાષા આચાર્ય ઉમાસ્વામીએ તત્વાર્થસૂત્રના સાતમાં અધ્યાયમાં આ પ્રમાણે આપી છેઃ
'अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।।७।। ઉપકારના આશયથી ધનાદિ પોતાની વસ્તુ આપવી એ દાન છે.
૧. આ આચાર્ય અમૃતચન્દ્રની સંસ્કૃત ટીકાનો અનુવાદ છે.