________________
૧૯૨
ધર્મનાં દશ લક્ષણ)
હૃદયગ્રાહી વિવેચના કરી છે. દશ લક્ષણ ધર્મ ઉપર અધ્યાત્મ ચિન્તન–પ્રધાન તથા મનોરમ વિવેચના પ્રથમ વાર જ જોવા મળી. ગ્રંથના પ્રત્યેક પૃષ્ઠ ઉપર ડો. ભારિલના - ગહન આત્મચિંતન તથા એમની સરસ, સુબોધ તથા આત્મસ્પર્શી શૈલીના દર્શન થાય છે. આ ગ્રંથના પ્રચાર પ્રસારથી આત્મરસિકજનોને ધર્મના મર્મનો સમ્યબોધ જરૂર થશે અને તેમનામાં યથાર્થ ધર્મ—ચેતના જાગૃત થશે. દશલક્ષણ ધર્મ ઉપર ઘણી મહત્વપૂર્ણ રચના ડો. ભારિો મુમુક્ષુ જગતને પ્રદાન કરી છે. આથી પ્રત્યેક અધ્યાત્મપ્રેમી ડો. ભારિધનો ઋણી રહેશે.
–રાજકુમાર જૈન
ડો. નેમીચન્દ્જી જૈન, સંપાદક : તીર્થંકર (માસિક)
ઈન્દોર (મ.પ્ર.)
અલ્બર્ટ આઈન્સ્ટાઈને એમના એક લેખ “રીલીજીયન અને સાયન્સ” (ઈરિકાન્સિલેબલ) માં લખ્યું છે કે સમાધાનને વધારે દ્રઢ કરવાવાળું સત્ય એ છે કે મોટાભાગના લોકો વિજ્ઞાનના અર્થ ઉપર તો તુરંત સહમત થઈ જાય છે પરંતુ આ જ લોકો ધર્મના અર્થ પર એક થતા નથી’ પરંતુ આ જ લોકો જયારે કોઈ ધર્મના દશલક્ષણ' ને શરૂથી અંત સુધી વાંચી જાય તેને આઈન્સ્ટાઈનનો કોયડો ઉકેલવો ઘણું સરળ છે. ખરેખર તો તેને ધર્માંધતાની બહાર જવા માટે તર્કસંગત એક નિસરણી મળી જાય છે. શ્રી કાનજી સ્વામીએ ધર્મને વિજ્ઞાનની કસોટી પર ચડાવેલ છે અને આ પુસ્તક એ જ શૃંખલાની એક પ્રશસ્ત કડી છે. મને વિશ્વાસ છે કે આને પૂર્વાગ્રહો અને મતભેદોથી હટી, ધર્મની એક નિષ્કલુષ, નિર્મળ, સુંદર છવિ પામવા માટે જરૂર વાંચવું જોઈએ. ડો. ભારિક્ષ અભિનંદનને પાત્ર છે, કારણકે એમણે ઉચિત સમય પર ઉચિત કામ કર્યુ છે. હવે અમને વિદ્વાન લેખક પાસે લોકચરિત્રને ઊંચે લઈ જાય તેવા અનેકાનેક ગ્રંથોની આશા રાખીએ છીએ.
–નેમીચન્દ્ર જૈન