________________ ડૉ હુકમચંદજી ભારિલ્સનું નામ આજે જૈન સમાજ ના ઉચ્ચકોટિના વિદ્વાનોમાં અગ્રગણ્ય છે. જેઠ વદ આઠમ વિ.સં. 1992, શનિવાર, તા. રપ મે 1935 ના દિને લલિતપર (ઉ.પ્ર.) જિલ્લાના બરૌદાસ્વામી ગામના એક ધાર્મિક જૈન પરિવારમાં જન્મેલા ડૉ ભારિલ્લ શાસ્ત્રી, ન્યાયતીર્થ, સાહિત્યરત્ન તથા એમ.એ., કર્યા પછી ૫.ટોડરમલઃ વ્યકિત્તત્વ અને કનૃત્વ વિષય ઉપર શોધ કરી ઈન્દૌર વિશ્વવિદ્યાલય, ઈન્દોર થી પી.એચ.ડી ની ડિગ્રી પ્રાપ્ત કરી. સમાજ દ્વારા પણ વિદ્યાવાચસ્પતિ, પરમાગમૂ વિશારદ, તત્વવેત્તા વાણીવિભૂષણ જૈનરત્ન અધ્યાત્મ શિરોમણિ, અધ્યાત્મ દિવાકર એવી અનેક ઉપાધિઓ થી સમય, સમય પર આપને વિભૂષિત કરવામાં આવ્યા છે. સરલ સુબોધ તર્કસંગત તથા આકર્ષક શૈલી ના પ્રવચનકાર ડૉ. ભારિલ્લ આજે સર્વાધિક લોકપ્રિય આધ્યાત્મિક પ્રવચનકાર છે. તેમને સાંભળવા દેશ - વિદેશ માં હજારો શ્રોતા નિરંતર ઉત્સક રહે છે. આધ્યાત્મિક જગતમાં એવું કોઈ પણ ઘર નથી જયાં દરરોજ આપના પ્રવચન ના કેસેટ ન સંભળાતા હોય તથા આપનું સાહિત્ય મળતુ ન હોય. ધર્મ પ્રચાર માટે આપ અઢાર વખત વિદેશ યાત્રા પણ કરી ચુકયા છો. જૈન જગત માં સર્વાધિક વાચવા લાયક ડૉ. ભારિલ્લ એ આજ સુધી નાના મોટા 53 પુસ્તકો લખ્યાં છે. અને અનેક ગ્રંથો નું સંપાદન કરેલું છે. જેની સુચી અંદર પ્રકાશિત કરેલ છે. આપણ ને જાણીને આશ્ચર્ય ધશે કે આજ સુધી આઠ ભાષા માં પ્રકાશિત આપના ૪૦લાખથી વધુ કૃતિઓ જન-જન સુધી પહોંચી છે. | સર્વાધિક વેચાણ વાળી જૈનઆધ્યાત્મિક માસિક વીતરાગ-વિજ્ઞાન (હિન્દી, મરાઠી) ના આપ સંપાદક છો. ૫.ટોડરમલ સ્મારક ટ્રસ્ટ તથા એના દ્વારા સંચાલિત તત્વ પ્રચાર સંબંધી ગતિવિધિઓ ના આપ સૂત્રધાર તથા પ્રાણ છો. પૂજય ગુરૂદેવ શ્રી કાનજી સ્વામીનાઆપ પરમશિષ્ય છો તથા તેમના દ્વારા સંપન આધ્યાત્મિક ક્રાંતિ માં આપનું યોગદાન અભૂતપુર્વ તથા સરાહનીય છે. એમના મિશન ની જયપુર થી સફળ સમસ્ત ગતિવિધિઓ આપની આગળ સૂઝબુઝ તથા સફળ સંચાલન નું પરિણામ છે. શ્રી અ.ભા.દિ.જૈન વિદ્ધત્પરિષદ્ ના આપ કાર્યાધ્યક્ષ છો.