________________
૧૨૩
ઉત્તમ ત્યાગ)
मिथ्यात्वग्रस्तचित्तैसु चारित्राभासभागिषु। दोषायैव भवेद्दानं पयःपानमिवाहिषु।।
ચારિત્રાભાસ ધારણ કરવાવાળા મિથ્યાદૃષ્ટિઓને દાન દેવું–એ સર્પને દૂધ પિવડાવાવા સમાન કેવળ અશુભને માટે જ હોય છે.
શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના પાત્રો કહેલા છે, એ બધા ચોથા ગુણસ્થાનથી ઉપરના જ હોય છે.
તથા લૌકિક શિક્ષા જ્ઞાન છે કે મિથ્યાજ્ઞાન? એ જ પ્રમાણે અભક્ષ્ય ઔષધો આપવાં એ શું ઔષધદાર છે? જે અભક્ષ્ય ઔષધના સેવનમાં પાપ માનવામાં આવ્યું છે અને દેવાથી દાન-પુણ્ય કે ત્યાગધર્મ કેમ થાય?
પરંતુ એમને એથી શું? એમને તો પૈસા જોઈએ અને દેવાવાળાઓને પણ શું? એમને નામ પાટિયા પર લખાવું જોઈએ. આ પ્રમાણે દેનારા યશના લોભી અને લેનારા પૈસાના લોભી – આ લોભીઓએ લોભના અભાવમાં થતા દાનને પણ વિકૃત કરી દીધું છે. - ત્યાગધર્મ સંબંધી આપણું આ દુર્ભાગ્ય સમજો કે એની ચર્ચા માટે વર્ષમાં દશલક્ષણ મહાપર્વના દિવસોમાં એક દિવસ મળે છે, એને આ દાન ખાઈ જાય છે. દાન શું ખાઈ જાય છે.? દાનના નામે કરવામાં આવતો ફાળો ખાઈ જાય છે. આ દિવસ ફંડફાળો કરવામાં ચાલ્યો જાય છે. ત્યાગધર્મના સાચા સ્વરૂપની પરિભાષા પણ સ્પષ્ટ થઈ શકતી નથી.
સમાજમાં ત્યાગધર્મના સાચા સ્વરૂપને પ્રતિપાદન કરનાર વિદ્વાન પંડિત નહીં બલ્ક એ ધંધાદારી પંડિત મહા-પંડિત માનવામાં આવે છે જે વધારેમાં વધારે ફંડફાળો કરે-કરાવી શકે. આ એ દેશનું, એ સમાજનું દુર્ભાગ્યે જ સમજો. જે દેશ અને સમાજમાં પંડિત અને સાધુઓની લડાઈનું માપ જ્ઞાન અને સંયમથી જ કરવામાં આવતાં દાનના નામે પૈસા એકઠા કરવાની કૌશલ્ય-શકિત પર આધાર રાખે છે.
આ વૃત્તિને લીધે સમાજ અને ધર્મનું સૌથી મોટું નુકસાન આ થયું કે પંડિતો અને સાધુઓનું ધ્યાન, જ્ઞાન અને સંયમથી હઠીને ફંડફાળા પર કેન્દ્રિત થયું છે. જયાં જુઓ ત્યાં ધર્મના નામે – વિશેષ કરીને ત્યાગધર્મના નામે, દાનના નામે ફંડફાળો એકઠો કરવામાં જ એમની શકિતનો વ્યય થઈ જાય છે, જ્ઞાન અને ધ્યાન તો બાજુ પર રહી ગયા છે.