________________
શ્રી કુંદકુંદ-કહાન દિ. જૈન તીર્થ સુરક્ષા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ટોડરમલ દિ. જૈન સિદ્ધાંત મહાવિદ્યાલયના તો તેઓ પ્રાણ જ છે. આ વિદ્યાલયે બહુ થોડા સમયમાં જ સમાજમાં અભૂતપૂર્વ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. સમાજને એ આશા બંધાઈ ગઈ છે કે એના દ્વારા, મૃતપ્રાય થઈ રહેલી પંડિત-પરંપરાને નવજીવન પ્રાપ્ત થશે. ત્રણ વર્ષ પછી આ મહાવિદ્યાલય પ્રતિવર્ષ ૧૨-૧૩ શાસ્ત્રી,
ન્યાયતીર્થ સમાજને અર્પિત કરવામાં સમર્થ થશે. હમણાં એમાં એકથી એક ચિઢિયાતી પ્રતિભાવાળા ૩૮ છાત્રો અધ્યયન કરી રહ્યા છે..
પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ દ્વારા સંચાલિત વીતરાગ-વિજ્ઞાન વિદ્યાપીઠ પરીક્ષા-બોર્ડ, જેમાં પ્રતિવર્ષ વીસ હજાર ભાઈ-બહેન ઉમેદવારો ધાર્મિક પરીક્ષા આપે છે, ડૉક્ટર સાહેબ જ ચલાવે છે. એનાં પાઠય-પુસ્તકો નવીનતમ શૈલીમાં પ્રાય એમણે જ તૈયાર કર્યા છે. આ પુસ્તકો ભણાવવાની શૈલીમાં પ્રશિક્ષિત કરવા માટે ઉનાળાની રજામાં પ્રતિવર્ષ અથવા વર્ષમાં બે વાર પણ પ્રશિક્ષણશિબિર ડૉક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવે છે. જેમાં તેઓ પોતે અધ્યાપકોને પ્રશિક્ષિત કરે છે. આજ સુધીમાં ૧૩ શિબિરોમાં ૧૮૭૫ અધ્યાપકો પ્રશિક્ષિત થઈ ચૂક્યા છે. તે બાબતની પ્રશિક્ષિણ નિર્દેશિકા પણ તેઓએ લખી છે.
શ્રી ટોડરમલ ગ્રંથમાળા દ્વારા આજ પર્યત પ્રાયઃ તેમના સંપાદન હેઠળ આઠ લાખની સંખ્યામાં ૪૧ પુષ્પ પ્રકાશિત થઈ ચૂક્યા છે. પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટમાં ધાર્મિક સાહિત્યનો વેચાણ-વિભાગ પણ ચાલે છે, જે પ્રતિવર્ષ લગભગ એક લાખ રૂપિયાનું સાહિત્ય જન-જન સુધી પહોંચતું કરે છે.
ભારતવષય વીતરાગ-વિજ્ઞાન પાઠશાળા સમિતિના પણ તેઓ મંત્રી છે. આ પાઠશાળા સમિતિના પ્રયત્નોથી દેશમાં ર૬૭ વીતરાગ-વિજ્ઞાન પાઠશાળાઓ નવી શરૂ થઈ છે, જેમાં હજારો છાત્રો ધાર્મિક શિક્ષણ મેળવે છે.
આ ઉપરાંત તેમના નિરંતર થતાં પ્રભાવશાળી પ્રવચનોથી જયપુર જ નહીં, સંપૂર્ણ ભારતવર્ષ લાભ ઉઠાવે છે, તેનાથી તત્ત્વ-પ્રચારને અભૂતપૂર્વ ગતિ મળે છે.