________________
પૂજ્ય ગુરુદેવશ્રીના પુણ્ય-પ્રતાપથી ચાલતા અન્ય કાર્યક્રમોમાં પણ તેમનો બૌદ્ધિક સહયોગ નિરંતર પ્રાપ્ત થતો રહે છે.
ઉપરની સર્વ પ્રશંસનીય કાર્યવાહી માટે અમો ડૉકટર શ્રી ભારિલ્લજીના અત્યંત ણી છીએ અને તેમનો હાર્દિક આભાર માનીએ છીએ.
પ્રસ્તુત પુસ્તકના ગુજરાતી અનુવાદક ભાઈશ્રી રમલલાલ માણેકલાલ શાહ, બી.એસસી. બી.ટી. છે. તેઓએ ઘણાં વર્ષોં પ્રશંસાપાત્ર સેવા બજાવી છે. હાલ તેઓ તે કાર્યથી નિવૃત્ત થયા છે અને રખિયાલ સ્ટેશનમાં તેમણે નિવાસ કર્યો છે. તેઓ સદ્ધર્મરુચિવંત, નિઃસ્પૃહપણે, કાંઈ પણ પારિશ્રમિક લીધા વિના અનુવાદ કરી આપેલ છે. તેઓએ અન્ય પુસ્તકો-ભગવાન મહાવીર અને સર્વોદય તીર્થ, ‘તત્ત્વજ્ઞાન પાઠમાલા' ભાગ-૧, તથા ૨, અને ‘સત્યની શોધ’નો પણ ગુજરાતી અનુવાદ કર્યો છે. એ બધા માટે તેમનો હાર્દિક આભાર માનીએ છીએ.
આ પુસ્તકનું સુંદર મુદ્રણકાર્ય અજિત પ્રેસવાળા શ્રી મગનલાલજી જૈને કર્યું છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
જો કે આ આત્મધર્મમાં પ્રકાશિત લેખોનું જ પુસ્તકાકાર પ્રકાશન છે તો પણ તેમાં આવશ્યક સંશોધન, પરિવર્તન અને પરીવર્ધન પણ કરવામાં આવ્યું
છે.
આ પ્રમાણે આ ધર્મનાં દશલક્ષણો પુસ્તક અનુવાદરૂપે ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરતાં અમે ખૂબ પ્રસન્નતા અનુભવીએ છીએ અને આશા રાખીએ છીએ કે આત્માર્થી ભાઈ-બહેનો એનો પૂરેપૂરો લાભ ઉઠાવી આત્મકલ્યાણના પંથે આગળ વધશે.
જુલાઈ, ૧૯૭૯
સાહિત્યપ્રકાશન-સમિતિ,
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ