________________
૫૪
ધર્મનાં દશ લક્ષણ) પૈસાની કેવી રીતે બાંધી શકાય?
* પૈસા તો વિનિમયનું એક કૃત્રિમ સાધન છે. રૂપિયા-પૈસામાં એવું કાંઈ નથી જે જીવને લોભાવે. લોકો એના રૂપ પર લલચાય છે કે ન સ્ત પર.
જે કાગળની નોટો પાછળ આ મનુષ્ય મરી મીટવા તૈયાર થઈ રહ્યો છે તે કાગળની નોટો જો ગાયની સામે રાખવામાં આવે તો તે સુંઘશે પણ નહીં; જયારે ઘાસ પર તૂટી પડશે. ગાયની દૃષ્ટિમાં નોટોની કિંમત ઘાસ જેટલી પણ નથી; પરંતુ પોતાને સભ્ય કહેનાર મનુષ્ય એની ખાતર દિન-રાત એક કરતો હોય છે. એમા એવો શું જાદૂ છે?
એમના માધ્યમ દ્વારા પંચેન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ થાય છે, માનાદિ કષાયોની પૂર્તિ થાય છે. આ કારણે જ મનુષ્ય એના પ્રત્યે લોભાય છે. જો એમના માધ્યમ દ્વારા ભોગોની પ્રાપ્તિ સંભવિત ન બને, યશાદિની પ્રાપ્તિ સંભવિત ન બને તો એમને કોઈ કોડીના ભાવે પણ ન પૂછે. ..
પૈસાની પ્રતિષ્ઠા આરોપિત છે, સ્વયંની નથી, તેથી પૈસાનો લોભ પણ આરોપિત છે.
રૂપના લોભી, નામના લોભી રૂપિયા-પૈસા પાણીની જેમ વાપરવા સર્વત્ર જોવામાં આવે છે. કયાંક કોઈ સુંદર કન્યાદેખી કે રાજા સાહેબલોભાઈ ગયા. પછી શું? ગમે તે થાઓ, તે કન્યા મળવી જ જોઈએ. આવાં સેંકડો ઉદાહરણો પુરાણોમાં ઈતિહાસમાં મળી આવશે. રાજા શ્રેણિકચેલનાના અને પવનંજય અંજનાના રૂપ પર જ તો લોભાયા હતા.
નામના લોભી પણ એમ કહેતા મળી આવશે – ભાઈ! બધાને એક દિવસ મરવાનું જ છે, કાંઈક કરતા જાઓ તો નામ અમર રહેશે. આત્માને મરણશીલ અને નામને અમર માનવાવાળા બીજા કોણ છે? નામના લોભી જ તો છે. નામની અમરતામાં શું દમ છે? એક નામની અનેક વ્યકિતમાં હોય છે, ભવિષ્યમાં કોણ જાણશે આ કોનું નામ હતું?
નામની અમરતા માટે પાટિયા પર નામ લખાવનારાઓ જરા એ તો વિચારો – ભરત ચક્રવર્તી જયારે પોતાનું નામ લખવા ગયા તો ત્યાં ચક્રવર્તીઓ નાં નામો થી ભરેલી શિલા જોઈ. એક નામ મિટાવીને પોતાનું નામ લખવું પડયું. તે વિચારવા લાગ્યા – હવે પછી થનાર ચક્રવર્તી મારૂં નામ મિટાવીને પોતાનું નામ લખશે.