________________
ઉત્તમશૌચ).
૫૩
આ લોકમાં અનંતવાર ધન પ્રાપ્ત કર્યું છે તેથી અનંતવાર ગ્રહણ કરી ત્યાગેલા આ ધનનાં વિષય માં આશ્ચર્યચકિત થવું વ્યર્થ છે.
આ લોક અને પરલોકમાં આ લોભ અનેક દોષો ઉત્પન્ન કરે છે એમ જાણીને લોભ પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ.
-
આજકાલ દુનિયામાં રૂપિયા-પૈસાના લોભને જ લોભ માનવામાં આવે છે. કોઈ ભલે વિષય-કષાયની પુષ્ટિમાં જ ખર્ચ કરે, પરંતુ દિલ ખોલીને ખર્ચ કરવાવાળાને દરિયાદિલ અને ઓછો ખર્ચ કરનારાઓને લોભી એમ કહેવામા આવે છે.
કોઈએ આપને ચા—નાસ્તો કરાવી દીધો કે સિનેમા દેખાડી દીધો તો તે આપની દૃષ્ટિમાં નિર્લોભી થઈ ગયો અને એના પણ ચા–નાસ્તાનું બિલ આપને ચુકવવું પડયું અથવા સિનેમાની ટિકિટ આપને ખરીદવી પડી તો આપ કહેશો અરે ભગવાન ! ખૂબ લોભી સાથે પાલો પડયો.
એ જ પ્રમાણે ધાર્મિક સંસ્થા માટે જ ભલે આપ ફાળો એકઠો કરવા ગયા. ત્યાં કોઈએ આપની અપેક્ષા કરતાં ઓછો ફાળો આપ્યો અથવા ન આપ્યો તો તે લોભી; અને જો અપેક્ષા કરતાં અધિક આપ્યો તો તે નિર્લોભી; પછી ભલે તેણે યશના લોભે જ અધિક ફાળ? કેમ ન આપ્યો હોય. આ પ્રમાણે યશલોભીને પ્રાયઃ નિર્લોભી માની લેવામાં આવે છે.
ઉપરથી ઉદાર દેખાનાર અંદરથી મહાલોભી પણ હોઈ શકે છે; આ વાત પ્રત્યે આપણું ધ્યાન જ જતું નથી.
જ
અરે ભાઈ ! પૈસાનો જ લોભ સર્વસ્વ નથી, લોભ તો કેટલાય પ્રકારના હોય છે. યશનો લોભ, રૂપનો લોભ, નામનો લોભ, કામનો લોભ ઈત્યાદિ. વસ્તુતઃ તો પાંચેય ઈન્દ્રિયોના વિષયોની તેમજ માનાદિ કષાયોની પૂર્તિનો લોભ એ જ લોભ છે. પૈસાનો લોભ છે તે કૃત્રિમ લોભ છે. એ તો મનુષ્યભવની નવી કમાણી છે. લોભ તો ચારેય ગતિઓમાં હોય છે, પરંતુ રૂપિયા—પૈસાનો વ્યવહાર તો ચારેય ગતિઓમાં નથી. જો રૂપિયા—પૈસાના લોભને જ લોભ માનીએ તો અન્ય ગતિઓમાં લોભની સત્તા સંભવિત નહીં બને, જયારે કષાયોની બહુલતાનું વર્ણન કરતાં આચાર્યો એ લોભની અધિકતા દેવગતિમાં બતાવી છે.
નારકીઓમાં ક્રોધ, મનુષ્યોમાં માન, તિર્યચોમાં માયા અને દેવોમાં લોભની પ્રધાનતા હોય છે દેવગતિમાં પૈસાનો વ્યવહાર નથી, તેથી લોભને