________________
પર
ધર્મનાં દશ લક્ષણ) આ લોભ કષાયથી પીડિત વ્યકિત પોતાનો માલિક, ગુરુ, બંધુ વૃદ્ધ, સ્ત્રી, બાળક તથા ક્ષીણ, દુર્બળ, અનાથ, દીન વગેરેને પણ નિશંકપણે મારીને ધન પ્રાપ્ત કરે છે.
નરકમાં પહોંચાડનાર છે જે દોષો સિદ્ધાન્તશાસ્ત્રોમાં કહ્યા છે તે સઘળા લોભથી પ્રગટ થાય છે.
પૈસાનો લોભી હંમેશા એકઠા કરવામાં જ સંલગ્ન હોય છે, ભોગવવાનો એને સમય જ નથી મળતો. પશુઓનો લોભ માત્ર પેટ ભરવા પૂરતો જ મર્યાદિત રહે છે, પેટ ભરાઈ જતાં તે થોડો સમય સંતુષ્ટ રહે છે; પરંતુ માનવની સમસ્યા માત્ર પેટ ભરવા પૂરતી મર્યાદિત નથી રહી, એ તો પેટી–ભંડાર ભરવાની લાલસામાં હંમેશા જ અસંતુષ્ટ રહે છે. ' .
દિન-રાત હાય પૈસા ! હાય પૈસા! એને પૈસા સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. તે એમ સમજતો નથી કે કોટિ ઉપાય કરવા છતાં પણ પોદય વિના ધનાદિ અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરી શકાતા નથી, કેમકે ધનાદિ સંયોગની પ્રાપ્તિ પૂર્વકૃત પુણ્યનું ફળ છે.
આ વાત પ્રત્યે ધ્યાન ખેંચવા માટે “ભગવતી આરાધના' માં લખ્યું
लोभे कए वि अत्थो ण होइ पुरिसस्स अपडिभोगस्स । अकए वि हवदि लोभे अत्थो पडिभोगवंतस्स ।।१४३६।।
લોભ કરવા છતાં પણ પુણ્યરહિત પુરૂષને ધન મળતું નથી, અને લોભ ન કરવા છતાં પણ પુણ્યવંતને ધનની પ્રાપ્તિ થાય છે.
તેથી ધનની પ્રાપ્તિ થવામાં લોભ-આસકિત કારણ નથી, પરંતુ પુણ્ય જ કારણ છે. આવો વિચાર કરીને લોભનો ત્યાગ કરી દેવો જોઈએ.
એના પછી ઉચ્છિષ્ટ ધનના લોભનો ત્યાગ કરવાની પ્રેરણા દેતાં લખે છે :
सव्वे वि जए अत्था परिगहिदा ते अणंत खुत्तो मे । अत्थेसु इत्थ को मज्झ विभओ गहिदविजडेसु ।।१४३७ ।। इह य परत्तए लोए दोसे बहुए व आवहई लोभो ।' इदि अप्पणे गणित्ता णिज्जेदव्वो हवदि लोभो. ।।१४३८।।