________________
થયાં. સઘળા વ્યાખ્યાનો-એક પુસ્તકકાકારે પ્રસિદ્ધ થાય તો પાઠકોને આ એક વિષયના સળંગ વાંચનનો લાભ થાય અને સમાજને શ્રી ભારિલ્લજીના અધ્યાત્મચિત્તનનો પૂરો લાભ મળે- એ વિચારના બળે- આ સુંદર અનુપમ કૃતિનો અવતાર થયો છે. ધર્મના સમ્યક સ્વરૂપ સંબંધી ચિંતનધારાને લેખનિબદ્ધ કરવા માટે ડૉ ભારિલ્લજીના અનેકશઃ ધન્યવાદને-અભિનંદનને પાત્ર છે. આવો, આપણે આ ઉત્તમ કૃતિનું સહર્ષ સ્વાગત કરી તેનું અવગાહન કરીએ.
ધર્મનું સમ્યફ સ્વરૂપ પ્રસિદ્ધ કરવાનો આ નાનકડા ગ્રંથનો ઉદ્દેશ્ય છે. આમાં દશલક્ષણ-મહાપર્વ, ઉત્તમક્ષમાદિ દશધર્મ અને ક્ષમાવાણી- એમ મળી કુલ બાર પ્રકરણો વિષય-અંતર્ગત લખવામાં આવેલ છે. ત્યાં ઉત્તમક્ષમા-માદવ-આર્જવસત્ય-શૌચ-સંયમ-તપ-ત્યાગ-આકિંચન્ય-બ્રહ્મચર્ય એમ દશ ધર્મનું ભિન્નભિન્ન વિવેચન કરવામાં આવેલું છે.
ક્ષમા-માર્દવાદિ આત્માના નિજસ્વભાવ છે અને સ્વભાવ હોવાથી ધર્મ છે. ક્ષમાદિ-સ્વભાવી આત્માના આશ્રયે પ્રગટ થતી જે આત્માની નિર્મલ, નિર્દોષ, શુદ્ધસ્વભાવ-પર્યાય એ જ ઉત્તમક્ષમાદિ દશધર્મ કહેવામાં આવેલ છે. વાસ્તવમાં આ પ્રકારે કાંઈ દશધર્મ તો નથી પણ એક વીતરાગ-રત્નત્રય સ્વરૂપ ધર્મના આ દશ લક્ષણો છે. ચારિત્રએ જ સાક્ષાત્ ધર્મ છે અને ઉત્તમક્ષમાદિ શબ્દ-યોજનામાં જે પૂર્વે ‘ઉત્તમ' શબ્દની યોજના થયેલી છે તે સમ્યગ્દર્શનની સત્તાની સૂચક છે અને તે એમ દર્શાવે છે કે સમ્યદષ્ટિ-જ્ઞાની ધર્માત્માઓને જ આ ઉત્તમક્ષમાદિ દશધર્મ હોય છે, અન્ય મિથ્યાષ્ટિઓને નહીં.
ઉત્તમમાદિ દશધર્મનું વર્ણન જૈનગમોમાં જયાં કરવામાં આવેલું છે તે તેના સર્વશ્રેષ્ઠ સ્વરૂપમાં નિધર્મની અપેક્ષા સહિત કરવામાં આવેલ છે. લેખક મહોદયે આ દશધર્મોનું પાલન અવિરતી સમકિતી તથા વ્રતી સમક્તિીઓમાં કેવી રીતે થતું હોય છે, તેનો યથાસ્થિત નિર્દેશ કરી, ગૃહસ્થોએ અને શ્રાવકોએ પણ તે અવશ્ય યથાસંભવ ધારણ કરવા જોઈએ – એમ પ્રેરણા કરી છે. આ ધર્મોનું પાલન માત્ર મુનિ-ભગવંતો માટે જ શક્ય છે એવા ભ્રામક ખ્યાલનું નિરસન કરી ને દઢપણે સ્પષ્ટ કર્યું છે કે જેમ મુનિજનોને અનંતાનુબંધી આદિ ત્રણ